Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

દેશના 11 રાજ્યોમાં વરસાદ :રાજસ્થાનના બિકાનેરમાં ભારે વરસાદથી હાલાકી

બિકાનેરમાં નીચાળવાળા વિસ્તારો અને રેલવે સ્ટેશનમાં પાણી ઘુસ્યા ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં ગંગા, ઘાઘરા, કોસી, સરયૂ, ગંડક અને શારદા નદિઓ બંન્ને કાંઠે

નવી દિલ્હી :દેશના 11 રાજ્યોમાં દક્ષિણ-પશ્ચિમ  મોનસૂન સક્રિય થયું છે જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્ર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્તાન, દિલ્હી, પંજાબ-હરિયાણા, બિહાર, અસમ, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ભારતમાં છેલ્લા 24 કલાક દરમ્યાન ભારે વરસાદ થયો છે

    સૌથી વધુ રાજસ્થાનના બીકાનેરમાં ભારે વરસાદના કારણે જનજીવનને માઠીઅસર પહોંચી છે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે જ્યાં બાળકોને સ્કૂલ આવવા-જવામાં પરેશાની થઈ રહી છે. રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા યથાવત છે. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવવાની સ્થિતિ પેદા થઈ છે
    
દેશના અડધાથી વધારે ક્ષેત્રફળના પ્રતિનિધિત્વવાળા રાજ્યોમાં વરસાદે રૌદ્ર રૂપ ધારણ કર્યું છે એકધારા ભારે વરસાદના કારણે ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં ગંગા, ઘાઘરા, કોસી, સરયૂ, ગંડક અને શારદા નદિઓ બંન્ને કાંઠે વહી રહી છે.ઘણી જગ્યાએ નદીઓ જોખમના નિશાન પર પણ પહોંચી ગઈ છે.
  
દિલ્હી, પંજાબ, હરિયાણાં, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ, દક્ષિણ કોંકણ અને ગોવા, તમિલનાડુ, તટીય અને દક્ષિણ સુદૂર કર્ણાટક તેમજ કેરળમાં આવનારા 24 કલાકમાં ભારે વરસાદનુ અનુમાન છે.
   
ભારે વરસાદના કારણે રાજસ્થાનના બિકાનેર રેલવે સ્ટેશન પર ભીષણ પાણી ભરાવો થઈ ગયો. રેલવે સ્ટેશન પર પાણી ભરાયેલા હોવાને કારણે ટ્રેનના આવાગમનમાં ભારે મુશ્કેલી થઈ રહી છે. જેનાથી યાત્રીકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

(7:56 pm IST)