Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

મહારાષ્‍ટ્ર સરકાર દિવાળીથી રાજ્યના કર્મચારીઓને ૭મા પગાર પંચની ભલામણો લાગુ કરી દેશેઃ નાણામંત્રી સુધીર મુનગંટીવારેની જાહેરાતઃ વયમર્યાદામાં પણ વધારો થવાની સંભાવના

ફોટોઃ maharashtra 7th-pay-commission

નવી દિલ્હીઃ મહારાષ્‍ટ્ર સરકાર દિવાળી પછી કર્મચારીઓને ૭મા પગાર પંચની ભલામણો લાગુ કરી દેશે તેવી જાહેરાત નાણામંત્રી દ્વારા કરવામાં આવી છે.

કેન્દ્રિય કર્મચારીઓ ભલે લાંબા સમયથી સાતમું પગાર પંચ લાગુ થવાની રાહ જોઇ રહ્યા હોય, પરંતુ રાજ્યોમાં પગાર વધારાની શરૂઆત થઇ ગઇ છે. કેટલાક રાજ્યો અગાઉથી જ પગાર વધારાની જાહેરાત કરી ચૂક્યા છે. આ સંજોગોમાં એ પણ સામે આવી રહ્યું છે કે 15 ઓગસ્ટથી કેન્દ્ર સરકાર પણ અમલ કરવા જઇ રહી છે. મોદી સરકાર સ્વતંત્રતા દિવસે એની જાહેરાત કરી શકે એમ છે. દરમિયાન મહારાષ્ટ્ર સરકારે આ અંગે જાહેરાત કરી દીધી છે અને આગામી દિવાળીથી રાજ્યના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ મળશે. 

રાજ્યના નાણામંત્રી સુધીર મુનગંટીવારે કહ્યું કે, સરકાર દિવાળીથી રાજ્યના કર્મચારીઓને સાતમા પગાર પંચની ભલામણો લાગુ કરી દેશે. જેનાથી રાજ્ય સરકારની તિજોરી પર મોટું ભારણ પડશે. મુનગંટીવારે કહ્યું કે સરકાર તરફથી રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળી ભેટ આપવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના 19 લાખ જેટલા કર્મચારીઓને લાભ થશે.

રાજ્યના સરકાર દ્વારા સાતમા પગાર પંચની સાથોસાથ કર્મચારીઓની વય મર્યાદામાં પણ વધારો થવાની સંભાવના છે. 58 વર્ષને બદલે નિવૃત્તિની વય 60 કરવાની સાથોસાથ સપ્તાહમાં પાંચ દિવસ કામકાજ કરવાની પણ રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ કરાઇ રહ્યા છે. 

(5:54 pm IST)