Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ક્રુર મજાક...મોદી સરકારે કર્યા ટેક્ષ ફ્રી પણ માત્ર ૫ પૈસા સસ્તા થશે સેનેટરી પેડ

દેશમાં ૪૫૦૦ કરોડનું છે પેડનું બજારઃ ૮૦ ટકા મહિલાઓ નથી પહેરતી પેડ

નવી દિલ્હી, તા. ૨૩ :. જીએસટી કાઉન્સીલે શનિવારે સેનેટરી પેડને કરમુકત કરવાનો નિર્ણય લીધો પણ મળતા અહેવાલ મુજબ આનાથી જાણીતી બ્રાન્ડના ભાવમાં કોઈ ફેર નહિ પડે. આ પહેલા તેના પર સરકારે ૧૨ ટકાનો ટેક્ષ લગાડયો હતો. મહિલા સંગઠનોએ તે ઘટાડવા આંદોલન પણ કર્યા હતા. જેનાથી તેઓને જીત મળ્યાનો આભાસ થયો પણ પેડ ઉત્પાદકોનું માનવું છે કે ગ્રાહકોને સેનેટરી પેડથી ટેક્ષ દૂર થવાનો મોટો લાભ નહિ મળે.

ગ્રાહક જ્યારે ૧૦ પેડનું પેક ખરીદશે તો તેના માત્ર ૫ પૈસા બચશે તેમ સરલ કંપનીના સુહાની મોહનનું કહેવુ છે. ઉત્પાદકોને કાચા માલ પર જીએસટી ચુકવવો પડી રહ્યો છે.

દેશમાં સેનેટરી પેડનો વેપાર ૪૫૦૦ કરોડનો છે. આ સ્થિતિ ત્યારે છે કે જ્યારે ૮૦ ટકા મહિલાઓ પેડનો ઉપયોગ નથી કરતી... પણ જે રીતે પેડ ઉપરથી જીએસટી દૂર થયો છે તેનાથી બહુરાષ્ટ્રીય કંપનીઓ સક્રિય બની ગઈ છે. દેશી કંપનીઓની માંગ છે કે કાચા માલ પરનો ટેક્ષ ઘટવો જોઈએ.(૨-૧૯)

 

(3:51 pm IST)
  • કોસ્ટલ હાઇવે પર માધવપુર ઘેડ પાટા વચ્ચે મધુવંતી નદીના બારામાં માછીમારી કરતો શખ્શ પાણીના પ્રવાહમાં ખેંચાઈ જતા મોત : પોરબંદરમાં કોસ્ટલ હાઇવે પર આવેલા માધવપુર ઘેડ પાટા વચ્ચે મધુવતી નદીના બારામાં માંગરોળ તાલુકાના જડીયાવાળા ગામનો શખ્શ પ્રવાહમાં મચ્છીની જાળ નાખીને ઉભેલ હતો ત્યારે પાણીના પ્રવાહમાં ખેંચાઈ જતા મોત : ફાયર બ્રિગેડની ટીમ અને મામલતદાર ઘટના સ્થળે દોડ્યા : મૃતદેહને બહાર કાઢીને આગળની કાર્યવાહી હાથ ધરી છે access_time 10:33 pm IST

  • અમદાવાદ : ટ્રાફિક વિભાગે ઇસ્કોન મંદિરને આપી નોટિસ:મંદિર બહાર અડચણરૂપ થતા પાર્કિંગને કારણે નોટિસ ફટકારાઇ :ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે રીતે પાર્કિંગમાં પાર્કિંગ કરવા કહેણ : જો પાલન નહીં થાય તો કાયદાકીય પગલાં પણ ભરાઈ શકે છે. access_time 9:10 am IST

  • સુરત એરપોર્ટ ૨૪ કલાક કાર્યરત કરવા અને ટર્મિનલ બિલ્ડીંગને એક્સટેન્ડ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી : મનપા, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ટીમ દ્વારા થયેલ સર્વેમાં નડતરરૂપ ઇમારતોને નોટીસ ફટકારાશે access_time 10:35 pm IST