Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

'જલેબીબાબા' યુવતીઓને કઇ રીતે ફસાવતો?

૧૨૦ યુવતીઓ ઉપર રેપ કરનાર

નવી દિલ્હી, તા.૨૩: હરિયાણાનાં ટોહના વિસ્તારમાં 'ધર્મની દુકાન' ચલાવનારા બાબાની પોલીસે ધરપકડ કરી લીધી છે. બાબા અમરપુરી પર ૯૦થી વધુ મહિલાઓ પર રેપ કરવાનો અને ૧૨૦ અશ્લીલ વીડિયો રિકોર્ડ કરવાનો આરોપ છે. બાબા ગત ૨૦ વર્ષથી ધર્મ-કર્મની આડમાં રેપ અને બ્લેકમેઇલિંગની દુકાન ચલાવી રહ્યાં હતાં.

બાબાની હરકતો પરથી પડદો ત્યારે ઉઠ્યો જયારે પોલીસે તેમનાં એક જાસુસે બાબાનાં અશ્લીલ વીડિયો સીડી સોપી હતી. જોકે એવું ન હતું કે આ પહેલી વખત નથી બન્યું કે કોઇએ બાબાનાં આશ્રમમાં ચાલતી પાપલીલાની સચ્ચાઇ દુનીયાની સામે લાવવાનો પ્રયાસ ન કર્યો હોય.

૧૩ ઓકટોબર ૨૦૧૭નાં એક મહિલાએ બાબા અમરપુરી વિરુદ્ઘ ટોહાના થાણામાં રિપોર્ટ લખાવી હતી. ત્યારે મહિલાએ બાબા પર તેનાં સાથે બળાત્કાર ગુજાર્યાનો આરોપ લગાવ્યો હતો. અને બાબાની ધરપકડ કરીને હાલમાં તેને જેલમાં નાખવામાં આવ્યો છે.

અશ્લીલ વીડિયો બનાવવાનાં ઉસ્તાદ આ બાબાએ ત્યારે એવી જાલ બિછાવવી હતી કે થોડા જ દિવસોમાં તે મહિલા જ શંકાનાં દાયરામાં આવી ગઇ. બાબાની એક શિષ્યાએ ઉલ્ટા તે મહિલાને જ બાબા વિરુદ્ઘ લખાવવામાં આવેલાં રિપોર્ટને રદ્દ કરાવવાં રૂપિયા વસૂલતા રંગે હાથ પકડાવી હતી. જે બાદ બાબાને જામીન મળી ગયા હતાં.

જલેબી બાબા પોતાને તંત્ર-મંત્રનાં ખુબ મોટા જાણકાર ગણાવતો હતો. ચપટીમાં લોકોની પરેશાની દૂર કરવાનો તેનો દાવો હતો. જયારે પણ કોઇ મહિલા કે યુવતી બાબા પાસે તેની મુશ્કેલી લઇને આવતી બાબા તેને તેની જાળમાં ફસાવી દેતો.

બાબા યુવતી અને તેની સાથે આવેલાં એક વ્યકિતની સામે ચાલીને આગતા સ્વાગતા કરતો હતો. છેતરીને યુવતીને નશીલી ચા કે કોલ્ડ ડ્રિન્ક પીવડાવતો અને સાથે આવેલા બીજા વ્યકિતને યુવતી પર ઉપરનો સાયો હોવાની વાત કહીને તે જગ્યાએથી જતા રહેવાં કહેતો.

બાબા યુવતીને આશ્રમમાં જ બનેલા તહેખાનામાં લઇ જતો અને પછી તેની સાથે જબરજસ્તી કરતો. આ દરમિયાન તે તેનાં મોબાઇલ ફોનથી તેની કપડાં વગરની તસવીરો લેતો રેપ અને બ્લેકમેલિંગ માટે આશ્રમમાં બનેલાં આ તહખાનામાં દરેક પ્રકારની સુખ સુવિધાની વ્યવસ્થા પણ હતી. જયારે તે હોશમાં આવતી તો તેને તસવીરો બતાવીને જે તે મહિલાનું શારીરિક શોષણ કરતો. (૨૩.૧૩)

(3:50 pm IST)