Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

સંસદમાં અલવાર મોબલિંચિંગનો મુદો ઉઠયો

સંસદની કાર્યવાહી શરૂ થતા જ હોાબળો શરૂ થયોઃ રાહુલે ટવીટ કરી મોદી પર સાધ્યુ નિશાન

નવી દિલ્હી, તા.૨૩:સંસદમાં શુક્રવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઇ, જેમાં સતાસીસ એનડીએ સરકારે વિશ્વાસ મત મેળવી લીધો હતો. ત્યારબાદ આજે સંસદની કાર્યવાહી શરૂ થતાની સાથે જ અલવર લિંચિગની ઘટના અંગે હોબાળો શરૂ થયો. તેના કારણે રાજયસભાની કાર્યવાહીને થોડીવાર માટે સ્થગિત કરવી પડી. બીજી બાજુ લોકસભાની કાર્યવાહી ચાલુ છે.

આ બધાની વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ ભ્રષ્ટાચાર નિવારણ  બિલનો મુદો ઉઠાવીને તપાસ એજન્સીઓના દુરૂપયોગ મામલો ઉઠાવ્યો.

તેઓએ કહ્યું કેન્દ્રિય તપાસ એજન્સીઓ જેવી કે સીબીઆઇ, ઇડીને સંવિધાન અંતર્ગત કાર્ય કરવું જોઇએ. કોઇ રાજનૈતિક પક્ષનો પ્રતિશોધ અથવા વરિષ્ઠ અધિકારીઓ પર અત્યાચાર કરવાનું કામ કરી શકે નહી. તેઓએ કહ્યું કે આ સંસ્થાઓ ડરનો માહોલ બનાવી રહી છે. (૨૩.૧૨)

 

(3:40 pm IST)