Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

અલવર લિંચિંગઃ સુપ્રિમ કોર્ટમાં ૨૦ ઓગસ્ટે થશે સુનાવણી

રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને હરિયાણા સરકાર વિરૂધ્ધ કોર્ટમાં દાખલ કરાઇ અરજી

નવી દિલ્હી તા. ૨૩ : સુપ્રીમ કોર્ટ અલવરમાં થયેલી લિંચિંગની હાલની ઘટના મામલે રાજસ્થાન સરકાર વિરૂધ્ધ અવમાનના અરજીઓ પર ૨૦ ઓગસ્ટે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ૨૦ ઓગસ્ટે અલવર લિંચિંગ મામલે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સરકાર વિરૂધ્ધ કરેલી અરજીની સુનાવણી કરાશે.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના અલવર જિલ્લામાં શુક્રવારે ૩૧ વર્ષના મુસ્લિમ વ્યકિત રકબર ખાનની ૮.૧૦ ગૌરક્ષકોએ હત્યા કરી દીધી હતી. આજે કોર્ટે અરજીનો સ્વીકાર કરી લીધો છે. તેમાં સરકાર અને અધિકારીઓ પર આદેશોના ઉલ્લંઘનનો આરોપ મુકવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, મામલાની સુનાવણી ૨૦ ઓગસ્ટે કરવામાં આવશે. આ અરજી તહસીન પુનાવલા તરફથી કરવામાં આવી છે. દેશમાં સતત વધી રહેલી મોબલિંચિંગની ઘટનાને રોકવા માટે હાલમાં જ સુપ્રીમ કોર્ટે આ અંગે દિશા-નિર્દેશો જાહેર કર્યા હતા. કેન્દ્ર અને રાજ્યોને તેના પાલનનું પણ કહેવામાં આવ્યું હતું. પરંતુ કોર્ટના આદેશ છતાંય ઘટનાઓ બને છે.

અલવર જિલ્લામાં થયેલી આ ઘટના બાદ રાજ્ય પોલીસ અનેક ગંભીર આરોપો લાગ્યા છે. પોલીસ પર આરોપ છે કે, તેઓએ રકબરને હોસ્પિટલ પહોંચાડવાની જગ્યાએ ગાયોને ગૌશાળા પહોંચાડી ફકત એટલું જ નહી પોલીસે ખુદ પણ રકબરને ઠોર માર માર્યો હતો.

(3:36 pm IST)