Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

રાજસ્થાન, એમપી, કોંકણ અને ગોવામાં ભારે વરસાદની આગાહી :પશ્ચિમ મધ્યપ્રદેશ અને વિદર્ભમાં વરસાદ ઘટશે

નવી દિલ્હી :આવતા 24 કલાકમાં અંતરિયાળ ઓડિશા, છત્તીસગઢ, વિદર્ભ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે ત્યારબાદ તે પછીના 24 કલાકમાં પશ્ચિમ મધ્યપ્રદેશ અને વિદર્ભમાં વરસાદમાં ઘટાડો થશે. ચોમાસુ ફિરોઝપુર, કૈથલ, દિલ્હી, કાનપુર, દાલતોંગની અને બંગાળની ખાડીની પૂર્વ તરફ આગળ વધી રહ્યુ છે. ઉત્તર મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યુ છે.

(12:41 pm IST)