Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

સોશ્યલ મીડિયા પર રાજનૈતીક પક્ષો ફેકન્યુઝ ફેલાવે છે

ઓકર્સફોર્ડ યુનિવર્સિટીના સ્ટડી રીપોર્ટમાં થયો ખુલાસો

નવીદિલ્હી, તા.૨૩: સોશિયલ મીડિયા પર ફેક ન્યુજ ફેલાવામા રાજનૈતિક દળ અને સરકારી એજજસીઓ સૌથી આગળ છે એટલુ જ નહી એ બંને અફવા ફેલાવાની સાથે જ સેન્સરશિપનો પ્રયોગ કરવા સાર્વજનિક સંગઠનો વિજ્ઞાન અને મિડિયામાં લોકોનો વિશ્વાસ ઓછો કરવા માટે અને કરોડો રૂપિયાનો પણ ખર્ચ કરે છે આ વાત ઓકસફોર્ડ યુનિવાર્સિટીની સ્ટડી રીપોર્ટમાં સામે આવી છે.

રીપોર્ટમાં જણવા મળ્યું છે કે આ સમસ્યા વૈશ્વીક સ્તરે ખુબજ વધી રહી છે વિશ્વભરમાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોના વિચારને તોડી-મરોડીને રજુ કરવા એક ગંભીર ખતરાના રૂપે સામે આવી રહ્યું છે. ભારતમાં પણ મોબલિંચિગની ઘટનાઓમાં સોશ્યલ મીડિયાની ભૂમિકા પર સવાલ ઉઠી રહ્યા છે. જો કે આ પ્રકારની  ઘટનાઓને નિપટવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.રીપોર્ટમાં વધુમા ઉમેરાયું છે કે વિશ્વભરમાં સંગઠિત રૂપથી સોશ્યલ મીડિયા દ્વારા હેરાફેરી કરતા દેશોની સંખ્યા ૨૮થી વધીને ૪૮ થઇ ગઇ છે તેઓએ કહ્યું કે તેમાંથી સૌથી વધુ વધારો રાજનૈતિક દબો તરફથી થઇ રહ્યો છે રાજનૈતીક પક્ષો ચુંટણી દરમ્યાન ખોટી સુચનાઓ અને ફેક ન્યુજ ફેલાવે છે.(૨૨.૩)

(12:07 pm IST)