Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

મોદી આજથી ૩ દિવસ આફ્રિકી દેશોના પ્રવાસે

શી જિનપિંગ સાથે થઇ શકે છે મુલાકાત

નવી દિલ્હી તા. ૨૩ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ આફ્રિકાન દેશના પ્રવાસે જઇ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દરમિયાન જહોનિસબર્ગ ખાતે યોજાનાર બ્રિકસ શિખર સંમેલનમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવાન્ડા, યુગાન્ડા અને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઇ રહ્યાં છે.

એક અહેવાલ મુજબ પીએમ નરેન્દ્ર મોદીની શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય મુલાકાત થઇ શકે છે. વિદેશ મંત્રાલયના સચિવના જણાવ્યા અનુસાર ૨૩ થી ૨૭ જુલાઇ સુધી ત્રણ દેશોના પ્રવાસમાં સૌથી પહેલા બે દિવસ 'ઐતિહાસિક' પ્રવાસમાં રવાન્ડા જશે.આ કોઇપણ ભારતીય વડાપ્રધાન રવાન્ડાની પ્રથમ યાત્રા હશે. એક અહેવાલ મુજબ આ દરમિયાન વડાપ્રધાન મોદી યજમાન દેશના રાષ્ટ્રપતિ પોલ કાગ્મેને ૨૦૦ સ્થાનિક ગાયની ભેટ આપશે. રવાન્ડા ઇસ્ટ આફ્રિકાનો એક નાનો દેશ છે. રવાન્ડા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૪ જુલાઇએ યુગાન્ડાની મુલાકાતે પહોંચશે.

વિદેશ સચિવના જણાવ્યા અનુસાર ભારત જલ્દી જ રવાન્ડામાં એક મિશનનો પ્રારંભ કરશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના પ્રવાસ પહેલા ચીનના રાષ્ટ્રપતિ પણ રવાન્ડાની મુલાકાતે જવાના છે. યુગાન્ડાની મુલાકાત બાદ પીએમ મોદી દક્ષિણ આફ્રિકા પહોંચશે.જયાં તેઓ જહોનિસબર્ગમાં યોજાનારી ૧૦મી બ્રિકસ શિખર સંમેલનમાં ભાગ લેશે. શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બીજા કેટલાક દેશના નેતાઓ સાથે દ્વિપક્ષીય મુલાકાત પણ યોજાઇ શકે છે.(૨૧.૧૦)

(12:06 pm IST)