Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

આવતા વર્ષથી હેલ્મેટ નહીં હોય વજનદાર

લોકો હેલ્મેટ પહેરે માટે નિયમમાં કરાયો ફેરફાર

નવી દિલ્હી તા. ૨૩ : આવતા વર્ષે ૧૫ જાન્યુઆરીથી હેલ્મેટનું વજન ૩૦૦ ગ્રામ ઘટાડવામાં આવશે. સાથે જ હેલ્મેટ હવાની અવર-જવર થઈ શકે તેવું હશે. બ્યૂરો ઓફ ઈંડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ બાઈકર્સ માટેના હેલ્મેટનું વજન ઘટાડવાનો નિર્ણ લીધો છે. હાલમાં ૧.૫ કિલો વજન ધરાવતા હેલ્મેટનું વજન ઘટાડીને ૧.૨ કિલો કરાશે. અને દરેક હેલ્મેટ ઉત્પાદકે આ માપદંડ અનુસરવું પડશે.

પરિવહન મંત્રાલયએ BIS સર્ટિફિકેશન મેળવવા માટે મોટરસાઈકલ હેલ્ટમેટ ઉત્પાદિત કરતા તમામ ઉત્પાદકોને એક ચોક્કસ પદ્ઘતિ હેઠળ લાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એટલે સ્ટાન્ડર્ડ વિનાના હેલ્મેટ વેચવું એ ગુનો બની જશે. પરિવહન મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, 'અમે આ પ્રક્રિયા જલ્દી જ પૂરી કરી લઈશું. આ ફેરફારના કારણે બજારમાં મળતા નીચી ગુણવત્તાના હેલ્મેટના વેચાણ પર રોક લાગશે. આ નવા તૈયાર થનારા હેલ્મેટ ટુ-વ્હીલરચાલકો માટે જ હશે.'

બાઈકર્સ હેલ્મેટ નથી પહેરતાં તેનું કારણ વધારે વજન અને વેન્ટિલેશનની યોગ્ય સુવિધાનો અભાવ છે અને આને ધ્યાનમાં રાખીને જ હળવા હેલ્મેટ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. મહત્વનું છે કે ૨૦૧૭માં હેલ્મેટ ન પહેરવાના કારણે રોડ એકિસડંટમાં ૧૫,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે.(૨૧.૧૫)

(11:58 am IST)