Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

વાયુદળ બીજા દેશોએ રિટાયર્ડ કરેલા જુના જેટ ખરીદશે

વાયુદળમાં ઝડપથી ઘટતા ફાઇટર સ્‍કવાડ્રોનની સંખ્‍યા અને નવા વિમાનો મળવામાં વિલંબને જોગ લેવાયો નિર્ણય : બીજા દેશોમાંથી રિટાયર્ડ થયેલા જેટ વિમાનોના સ્‍પેર પાર્ટસનો ઉપયોગ વાયુદળના વિમાનોમાં કરાશે : વાયુદળના અનેક વિમાનો અનેક સ્‍પેરપાર્ટસના અભાવે નિષ્‍ક્રીય છે : વિમાનની અછત દુર થવાનો ઇરાદો

નવી દિલ્‍હી તા. ૨૩ : ભારતીય વાયુ સેનાના ઝડપથી ઘટી રહેલા ફાયટર સ્‍ક્‍વોડ્રનની સંખ્‍યા અને નવા વિમાનો આવવામાં મોડું થઈ રહ્યું હોવાની બાબતને ધ્‍યાનમાં રાખીને એક નવી યોજના પર ખામ શરુ કરવામાં આવ્‍યું છે. એર ફોર્સ હવે અલગ-અલગ દેશો દ્વારા રિટાયર્ડ કરાયેલા જૂના જેટ પ્‍લેન લેવાનો પ્રયાસ કરી રહ્યું છે જેથી તેના જૂના સ્‍પેર પાર્ટ્‍સનો ઉપયોગ વર્તમાનમાં ઉપયોગમાં લેવાઈ રહેલા ભારતીય વાયુ સેનાના વિમાનોમાં કરી શકાય. એર ફોર્સનો આ પ્રયાસ ખાસ કરીને બ્રિટનના બનાવાયેલા જેગુઆર ફાઈટર પ્‍લેનમાં સફળ રહ્યો છે જેમાં ઓમાન, ફ્રાન્‍સ અને યુકેના જૂના વિમાનોના સ્‍પેર પાર્ટ્‍સનો ઉપયોગ વર્તમાનમાં કાર્યરત વિમાનની સંખ્‍યાને બનાવી રાખવામાં મદદરૂપ થશે.

સંરક્ષણ મંત્રાલયના એક સૂત્ર દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે, ‘ભારતીય વાયુ સેનામાં આ સમયે ૧૧૮ જેગુઆર (જેમાં ૨૬ ટુ-સીટર છે.) લડાકુ વિમાનના સ્‍પેર પાર્ટ્‍સની કમીના કારણે તેની નવી સંખ્‍યામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. માટે અન્‍ય દેશોમાં આ વિમાનના અરફ્રેમ અને સ્‍પેર પાર્ટ્‍સની શોધ કરવામાં આવી રહી છે જેથી ઓપરેશનલ વિમાનોની સંખ્‍યામાં ઘટાડો ના થાય.'

 ભારતીય વાયુ સેના અને હિન્‍દુસ્‍તાન એરોનોટિક્‍સ લિમિટેડ ઘણાં સમયથી રોકાયેલા ૧.૫ અરબના પ્રોજેક્‍ટને પણ ફાઈનલ કરશે જેના હેઠળ ૫ સ્‍ક્‍વોડ્રન (૮૦ લડારૂ વિમાન)માં નવા એન્‍જિન લગાવવામાં આવશે. આ પછી વિમાન પરમાણુ હથિયારોનું વહન કરવાની ક્ષમતાવાળા બની જશે. ભારતીય વાયુ સેનાએ વર્ષ ૧૯૭૯માં બ્રિટનથી ૪૦ જેગુઆર વિમાન ખરીદ્યા હતા અને આ પછી લાયસન્‍સ હેઠળ હિન્‍દુસ્‍તાન એરોનોટિક્‍સ લિમિટેડે લગભગ ૧૫૦ લડાકુ વિમાનોનું પ્રોડક્‍શન કર્યું હતું.

જોકે, સમયની સાથે આ વિમાનની ક્ષમતામાં કમી આવવા લાગી છે કારણ કે તેની એવિયોનિક્‍સ અને વેપન સિસ્‍ટમ જૂનું થઈ ગયું. સાથે જ તેમાં લાગેલું રોલ્‍સ રોયસનું Adour-811 એન્‍જિન પણ શક્‍તિશાળી અને જૂનું હતું જેના કારણે ઘણાં વિમાન દુર્ઘટનાનો શિકાર બન્‍યા. સૂત્રએ જણાવ્‍યું, ‘ફ્રાન્‍સ અને યુકે પોતાના જેગુઆરને ૨૦૦૫-૨૦૦૭ વચ્‍ચે રિયટર કરી દીધા છે. જોકે, ભારતીય વાયુ સેનાએ પોતાના જેગુઆરમાં નવા F-125IN Honeywell એન્‍જિન લગાવીને અપગ્રેડ કર્યા છે તો તે ૨૦૧૩૫ સુધી કરવાની સ્‍થિતિમાં રહેશે.'

હમણાં વાયુ સેનાને ફ્રાન્‍સથી જેગુઆરના ૩૧ એરફ્રેમ, ઓમાનથી ૨ એરફ્રેમ, ૮ એન્‍જિન અને ૩,૫૦૦ લાઈન સ્‍પેયર્સ અને યુકેથી ૨ ટુ-સીટર જેટ અને ૬૧૯ પાર્ટ્‍સ મળવાના છે. સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે, ‘અહીં ફ્રાન્‍સ અને ઓમાન તેમને મફત આપી રહ્યા છે અને ભારતે માત્ર તેમની શિપિંગ કોસ્‍ટ આપવાની રહેશે, જયારે યુકે આ વિમાને આપવા માટે ૨.૮ કરોડ રુપિયા વસૂલી રહ્યું છે.ે ૩૬ નવા રાફેલ વિમાનોની ડીલ સાઈન થયા પછી ફ્રાન્‍સ, ભારતને આ જેગુઆર ગિફટ સ્‍વરૂપે આપવા બાબતે ઘણું ઉત્‍સાહિત છે અને ડિસેમ્‍બરના અંત સુધી ભારત પહોંચી જશે.

જણાવી દઈએ કે સોદા પ્રમાણે ફ્રાન્‍સ નવેમ્‍બર ૨૦૧૯થી એપ્રિલ ૨૦૨૨ વચ્‍ચે ૩૬ રાફેલ વિમાનની ડિલિવરી કરશે. જોકે, ૩૬ વિમાનોમાં ભારતીય વાયુ સેનાની ક્ષમતા પૂર્ણ નથી થઈ રહી. આ સમયે ભારતીય વાયુ સેનાની ક્ષમતા ૩૧ સ્‍ક્‍વોડ્રનની છે જયારે પાકિસ્‍તાન અને ચીનના ખતરાને જોતા જેની સંખ્‍યા ૪૨ હોવી જોઈએ. આવનારા સમયમાં આ સ્‍ક્‍વોડ્રનની સંખ્‍યામાં વધારે ઘટાડો થશે કારણ કે ૨૦૧૪ સુધીમાં મિગ-૨૧ અને મિગ-૨૭ વાયુ સેનાથી રિટાયર્ડ કરવામાં આવશે. આ સાથે જ સ્‍વદેશી વિમાન તેજસના નિર્માણમાં પણ મોડું થઈ રહ્યું છે અને એક લડાકુ વિમાન તરીકે તેને તૈયાર થવામાં હજુ સમય લાગી શકે છે.

 

(11:45 am IST)