News of Monday, 23rd July 2018

ટ્રક હડતાલથી રોજનું ૨૦,૦૦૦ કરોડનું જંગી નુકસાન

હડતાલની અસર જોવા મળીઃ વેપાર-ઉદ્યોગની સપ્લાય ચેઈન અટકી ગઈઃ હાલ હડતાલનો અંત દેખાતો નથીઃ સરકાર-ટ્રાન્સપોર્ટરોના ઝઘડામાં પ્રજાનો મરોઃ ચીજવસ્તુની અછત-ભાવ વધવા લાગ્યા

નવી દિલ્હી, તા. ૨૩ :. ટ્રક હડતાલ ત્રીજા દિવસે સપ્લાય પર અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. મોટા ભાગના મોટા વેપાર કેન્દ્રો પર બુકીંગ, લોડીંગ, અનલોડીંગમાં ૭૦ ટકા ઘટાડો નોંધાયો છે. ઓલ ઈન્ડીયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસનો દાવો છે કે, હડતાલથી ટ્રેડ ઈન્ડસ્ટ્રીને બધા પ્રકારના ટ્રાન્જેકશનો મળીને રોજનું લગભગ ૨૦,૦૦૦ કરોડનું નુકશાન થઈ રહ્યુ છે. જેમા ફકત ટ્રાન્સપોર્ટ સેકટરને જ ૪૦૦૦ કરોડની થપાટ લાગી રહી છે. બે દિવસ તો વીક એન્ડના હતા એટલે હડતાલની સાચી અસર સોમવારથી દેખાશે. બીજી તરફ હડતાળીયા અને સરકાર વચ્ચે કોઈ પ્રકારની સમજુતી થાય તેવું દેખાતુ નથી. એટલે હડતાલ લાંબી ચાલશે તેવો ભય છે.

એઆઈએસટીસીની કોર કમિટીના ચેરમેન બાલ મલકીત સિંહે કહ્યું, 'ઉદ્યોગ સંગઠનો અને અમારા સેકટરને ગણીએ તો ત્રણ દિવસોમાં લગભગ ૬૦ થી ૭૦ હજાર કરોડનો ધંધો ગુમાવ્યો છે જેમાં ૧૦ થી ૧૨ હજાર કરોડનું નુકશાન ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને થયુ છે. નુકસાનમા પ્રોડકશન અને સેલ્સથી થનાર રેવન્યુ લોસ ઉપરાંત ડીઝલની માંગ ઘટવાથી થયેલ ટેક્ષ લોસ પણ સામેલ છે.' જે મુદ્દાઓને લીધે હડતાલ ચાલી રહી છે તેના પર સરકારે અત્યાર સુધી કોઈ પહેલ નથી કરી એટલે હડતાલ હજુ ચાલુ જ રહેશે.

બીજી બાજુ ટ્રેડ ઈન્ડસ્ટ્રીએ હડતાલ બાબતે ચિંતા વ્યકત કરીને ટ્રાન્સપોર્ટ પ્રધાન નિતીન ગડકરીને આમા વચ્ચે પડવાની અપીલ કરી છે. ચેમ્બર ઓફ ટ્રેડ ઈન્ડસ્ટ્રીના કન્વીનર બ્રજેશ ગોયલ અને હેમંત ગુપ્તાએ જણાવ્યું કે, દિલ્હી ઉત્પાદન કેન્દ્ર નહી વિતરણ કેન્દ્ર છે, જ્યાં બહારના માલની અવરજવર થાય છે અને રોજનો લગભગ ૫૦૦૦ કરોડ રૂપિયાનો વેપાર થાય છે. મોટાભાગના ટ્રાન્સપોર્ટરો બુકીંગ નથી લઈ રહ્યા અને જે છુટક ઓપરેટરો બુકીંગ લે છે તે વધારે ભાવ લઈ રહ્યા છે. અમારૂ એક પ્રતિનિધિ મંડળ ટ્રાન્સપોર્ટ પ્રધાનને મળશે. હડતાલ ચાલુ રહેશે તો બીઝનેશ ઉપરાંત સામાન્ય ગ્રાહકને પણ તેની કિંમત ચુકવવી પડશે.

ઈન્ડીયન ફાઉન્ડેશન ઓફ ટ્રાન્સપોર્ટ રિસર્ચ એન્ડ ટ્રેનીંગના આંકડા પ્રમાણે ફળ, શાકભાજી, દૂધ અને દવાઓ જેવી જરૂરી ચીજવસ્તુઓને હડતાલમાં સામેલ ન કરી હોવાથી ગ્રાહકો પર તેનુ બહુ અસર નથી દેખાતી. દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને પૂરના લીધે બધા લાંબા રૂટ પર ટ્રાન્સપોર્ટ અસરગ્રસ્ત છે જેને હડતાલના પક્ષમાં ગણાવાય રહ્યુ છે. જાણકારો એમ પણ કહે છે કે ઈન્ડસ્ટ્રીએ બે ત્રણ દિવસની પૂર્વ તૈયારી કરી હતી પણ હવે સપ્લાય સમાપ્ત થઈ રહી છે એટલે હવે મુશ્કેલી વધશે. એટલે વાસ્તવિક સોમવારથી દેખાશે.(૨-૨)

(10:29 am IST)
  • અરવલ્લી:ઓરી રૂબેલાની રસીકરણ બાદ 11 બાળકો બીમાર :વાલીઓ દ્વારા બાળકોને ભિલોડાની કોટેઝ હોસ્પિટલમાં ખસેડાયા :11 માંથી 2 બાળકોની હાલત ગંભીર હોઈ હિંમતનગર રીફર કરાયા :રસી લીધા બાદ તાવ, ઉલ્ટી થઈ રહ્યાની કરાઈ ફરિયાદ: ગત તા:18થી 20 દરમિયાન અપાઈ હતી ઓરી રૂબેલાની રસી access_time 9:04 pm IST

  • હિમાચલ પ્રદેશ : મંડીની રહેણાંક બિલ્ડીંગમાં લાગી આગ : પાંચ લોકોના મોત access_time 11:53 am IST

  • એસીબીનો સપાટો :જુનાગઢ, ગૌચર સુધારણા યોજનામાં ભ્રષ્ટ્રાચાર મામલે ગુનો દાખલ: સરપંચ, તલાટી સહિત 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો: ભાવનગર ACB ને સોંપાઈ તપાસ access_time 7:58 pm IST