Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ મહેફિલ લૂંટી:રાહુલના ભાષણ પર શત્રુઘનસિંહા ફિદા

ચર્ચામાં ઔવૈસીએ ખુબ જ તીખું અનેં પ્રભાવી હુમલો કર્યો :તારિક અનવર અને ફારુખ અબ્દુલ્લાએ સંક્ષિપ્ત અને ગર્ભિત ભાષણ કર્યું

નવી દિલ્હી : લોકસભામાં નરેન્દ્રભાઈ મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર થયેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના ભાષણ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ગળે મળવાની ઘટના પર નેતાઓની પ્રતિક્રિયા આવી રહી છે ભાજપના નેતા અને પટના સાહિબના સાંસદ શત્રુઘ્નસિન્હાએ રાહુલ ગાંધીના ભાષણના વખાણ કર્યા છે

  રાહુલ ગાંધીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કેન્દ્રની મોદી સરકાર પર જોરદાર હુમલો કર્યો હતો તેઓએ મોદી સરકાર પર ચૂંટણી વાયદા પુરા નહિ કરવાનો આરોપ લગાવ્યો હતો શત્રુઘ્નસિન્હાએ એક પછી એક ટ્વીટ કરીને અવિશ્વાસ પ્રસ્તાવ પર થયેલી ચર્ચા પર પ્રતિક્રિયા આપી છે ભાજપના આ નેતાએ કહ્યું કે અસદુદ્દીન ઔવૈસીએ ખુબ જ તીખું અને પ્રભાવી હુમલો કર્યો, તારિક અનવર અનવે ફારુખ અબ્દુલ્લાનું ભાષણ સંક્ષિપ્ત અને સારગર્ભિત હતું પરંતુ જો કોઇ મહેફિલ લૂંટી હોય તો એ રાહુલ હતા

(9:16 am IST)