Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

લાભપ્રદ પ્રકરણ : કાલે ચૂંટણી પંચમાં સુનાવણી

એએપી ધારાસભ્યોનો મામલો

       નવીદિલ્હી,તા. ૨૨ : આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની સાતે જોડાયેલા લાભના હોદ્દાના મામલામાં ચૂંટણી પંચ આવતીકાલે સોમવારના દિવસે ત્રણ વાગ્યાથી અંતિમ સુનાવણી હાથ ધરશે. બીજી બાજુ અયોગ્ય કરાર જાહેર કરવામાં આવ્યા બાદ ૨૦ ધારાસભ્યો દ્વારા ચૂંટણી પંચના એવા આદેશની સામે દિલ્હી હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં ઉલટ તપાસની માંગ કરતી અરજીને ફગાવી દેવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા ગેરલાયક જાહેર કરવામાં આવ્યા બાદ ચુકાદાને એક તરફી ગણાવીને ધારાસભ્યો દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ ધારાસભ્યોની મેમ્બરશીપ અકબંધ રાખી હતી. દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી પંચની ભલામણ અને રાષ્ટ્રપતિના જાહેરનામાને પણ રદ કરી દેવાનો આદેશ કર્યો હતો. કોર્ટે ચૂંટણી પંચને ધારાસભ્યોની રજૂઆત સાંભળીને લાભના પદની પરિભાષા નક્કી કરવા માટે સૂચનાઆપી હતી. આવતીકાલે સમગ્ર મામલામાં સુનાવણી થનાર છે.

(12:00 am IST)