Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

કાબુલ એરપોર્ટ પાસે પ્રચંડ બ્લાસ્ટ : 11 લોકોના મોત :ઉપરાષ્ટ્રપતિ પહોંચ્યા બાદ વીફોટ : અનેક પોલીસકર્મી સહીત 14 ઘાયલ

ઉપરાષ્ટ્રપતિ દોસ્તમ સરકારી અધિકારીઓ અને સમર્થકોની ભીડ સાથે એરપોર્ટની બહાર નીકળતા હતા ત્યારે પ્રચંડ વિસ્ફોટ

કાબુલ :કાબુલ એરપોર્ટ પાસે પ્રચંડ બ્લાસ્ટ થતા 11 લોકોના મોત નિપજ્યા છે જયારે અનેક પોલીસકર્મી સહીત 14 લોકો ઘાયલ થયા છે અંદાજે એક વર્ષ બાદ અફઘાનિસ્તાનના ઉપ રાષ્ટ્રપતિ અબ્દુલ રાશિદ દોસ્તમની વતન વાપસી બાદ તુરત જ કાબુલ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ પર આ વિસ્ફોટ થયો હતો

  અફઘાનિસ્તાનના ગૃહ મંત્રલાયે આ વિસ્ફોટમાં 11 લોકોના મોત અને 14 લોકો ઘાયલ થયાની પૃષ્ટિ કરી છે  એરપોર્ટ પર જે સમયે વિસ્ફોટ થયો એ સમયે દોસ્તમ સરકારી અધિકારીઓ અને સમર્થકોની મોટી ભીડ સાથે એરપોર્ટ પરથી બહાર નીકળી રહ્યાં હતા

(12:00 am IST)