Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

એક મહિના પહેલા બાબા બર્ફાની અંતર્ધ્યાન: શિવભક્તોમાં નિરાશા

છેલ્લા કેટલાક વર્ષોથી શિવલિંગ વહેલું પીગળી રહયું છે : આ વર્ષે એનજીટીએ પણ ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી :બે મહિના સુધી ચાલનારી પવિત્ર અમરનાથ યાત્રા પુરી થયા પહેલા જ બાબા બર્ફાની અંતર્ધ્યાન થયા છે જેને કારણે ભક્તોમાં નિરાશા જન્મી છે છેલ્લા કેટલાક વર્ષોથી યાત્રાની મુદત પુરી થયા પહેલા જ શિવલિંગ પીગળી જાય છે કેટલાક દિવસો પહેલા જ શિવલિંગટનો આકાર ઓછો થવાનું શરુ થઇ ગયું હતું તેનાથી અમરનાથ યાત્રા પર આવેલા તીર્થયાત્રીઓ ખુબ નિરાશ થયા હતા અંદાજે 10 વર્ષોથી આવું જ થઊઈ રહ્યું છે કે અમરનાથ યાત્રા શરૂ થયાના કેટલાક દિવસો બાદ શિવલિંગ પૂર્ણ રીતે પીગળી જાય છે શિવલિંગને ઓગળતું બચાવવા આ વખતે એનજીટીએ ચિંતા વ્યક્ત કરી છે

   દરવર્ષે શિવલિંગ પીગળાવાને કારણે હેલીકૉપટરને ગુફાથી દૂર પાંજતરીનીમાં લેન્ડ કરાવાય છે અમરનાથ યાત્રામાં હજુ એક મહિનો બાકી છે પરંતુ શિવલિંગ પીગળી જવાથી ભાવિકોમાં નિરાશા વ્યાપી છે

  અમરનાથ યાત્રા 28મી જૂને શરુ થઇ હતી જે રક્ષાબંધન ના દિવસે 26મી એ ઓગસ્ટના રોજ સમાપ્ત થનાર હતી

(8:55 am IST)