Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

અગ્નિપથમાં ફોર્મ ભરનારાઓને સામાજિક બહિષ્કારની ખાપની ધમકી

અગ્નિપથ સામેનો વિરોધ જારી : હરિયાણાના રોહતક જિલ્લાના એક ગામમાં પંચાયત બોલાવાઈ હતી જેમાં વિવિધ ખાપના પ્રતિનિધિઓ હાજર

રોહતક, તા.૨૩ : ખાપ નેતાઓ અને ખેડૂત આંદોલનના પ્રતિનિધિઓએ બુધવારે કહ્યું કે જે કોઈપણ અગ્નિપથ ભરતી યોજનાનું ફોર્મ ભરશે અથવા તેમાં ભાગ લેશે તેઓનો 'સામાજિક બહિષ્કાર' કરવામાં આવશે. હરિયાણાના રોહતક જિલ્લાના એક ગામમાં બુધવારે પંચાયત બોલાવાઈ હતી જેમાં વિવિધ ખાપ પંચાયતના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ પંચાયતમાં હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને પંજાબની વિવિધ ખાપના પ્રતિનિધિઓ હાજર રહ્યા તેમજ ત્યાંના વિદ્યાર્થી સંગઠનોના સભ્યોએ પણ હાજરી આપી હતી.

આ મીટિંગના અધ્યક્ષસ્થાને હાજર રહેલા ઓમ પ્રકાશ ધાનકરે કહ્યું કે 'અગ્નિપથ યોજના મુદ્દે આંદોલન કરી રહેલા જે યુવકોની અટકાયત કરાઈ છે તેઓ સામેના કેસ પાછા ખેંચવામાં આવે તેવી અમારી માગ છે.

તારીખ ૨૪મી જૂને આ નિવેદન સોંપવામાં આવશે. મહાપંચાયતે એ પ્રકારે પણ જાહેરાત કરી છે કે કૃષિ આંદોલનની માફક જાહેર તેમણે એવું પણ જણાવ્યું કે, આ પંચાયતમાં એ પ્રકારે પણ નિર્ણય લેવાયો છે કે મલ્ટિનેશનલ કંપનીમાંથી રૂપિયા ૧૦,૦૦૦ કે તેથી વધુ કિંમતની કોઈ ચીજવસ્તુ ખરીદવી નહીં. કારણકે, આ કોર્પોરેટ કંપનીઓ પોતાના પ્લાન મુજબ કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ જેવી યોજનાઓ લાવી રહી છે. અમે તેઓને આર્થિક નુકસાન પહોંચાડવા માગતા હોવાથી તેઓની ચીજવસ્તુઓનો બહિષ્કાર કરીએ છીએ.

આ સિવાય ગુરનામ સિંહ ચારુનીએ જણાવ્યું કે, આ મીટિંગ બોલાવાનો અમારો મુખ્ય હેતુ એ છે કે અલગ-અલગ જગ્યાએ આંદોલન કરતા આંદોલનકારીઓ એક છત નીચે આવે. તેમણે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના તે નિવેદનની મજાક ઉડાવી કે જેમાં તેમણે એવું કહ્યું હતું કે નિવૃત્તિ બાદ અગ્નિવીરોને નોકરી અપાશે. તેમણે એવું પણ જણાવ્યું કે, હરિયાણામાં ભારે બેરોજગારી છે અને જો મુખ્યમંત્રી ખરેખરમાં આ બાબતે ગંભીર હોય તો તેમણે વિધાનસભામાં નોકરીની ખાતરી આપતો પ્રસ્તાવ પસાર કરાવો જોઈએ.

 

(8:11 pm IST)