Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

સિસ્ટર અભયા હત્યા કેસ : ફાધર કોટ્ટૂર અને સિસ્ટર સેફીના વચગાળાના જામીન મંજુર : આરોપીઓ ચર્ચના નિયુક્ત સભ્યો છે : કેરળ હાઇકોર્ટે વચગાળાના જામીન પર મુક્ત કર્યા

કેરળ : ફાધર કોટ્ટૂર અને સિસ્ટર સેફીને વચગાળાના જામીન આપતા કોર્ટે કહ્યું, "અમે એ હકીકતથી નિશ્ચિંત છીએ કે આરોપીઓ ચર્ચના નિયુક્ત સભ્યો છે અને જાહેરમાં પ્રદર્શિત આક્રોશથી ડરેલા નથી."

કેરળ હાઈકોર્ટે ગુરુવારે સિસ્ટર અભયા હત્યા કેસમાં ફરિયાદ પક્ષ સામે કેટલાક પ્રાસંગિક અવલોકનો કર્યા [Fr. થોમસ કોટ્ટૂર વિરુદ્ધ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન]

જસ્ટિસ કે વિનોદ ચંદ્રન અને સી જયચંદ્રનની ડિવિઝન બેન્ચે અભિપ્રાય આપ્યો હતો કે દોષિત ફાધર થોમસ કોટ્ટૂર અને સિસ્ટર સેફી દ્વારા વચગાળાના જામીન મેળવવાની અરજીમાં પ્રોસિક્યુશન બચાવ પુરાવાનો અસરકારક રીતે સામનો કરવામાં નિષ્ફળ રહેલ છે.

તેથી, કોર્ટે દોષિત ફાધર થોમસ કોટ્ટૂર અને સિસ્ટર સેફીની આજીવન કેદની સજાને તેમની અપીલની સુનાવણી ન થાય ત્યાં સુધી સ્થગિત કરવાનો આદેશ આપ્યો.
કોર્ટે તેમને વચગાળાના જામીન પર મુક્ત કર્યા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(5:53 pm IST)