Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

બિહારના અરરિયા જિલ્લામાં આવેલા લક્ષ્મી નારાયણ મંદિર પરિસરમાં ધાર્મિક પ્રતીકની તોડફોડ : પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી : પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો : આવા કૃત્યોમાં સંડોવાયેલા તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી

અરરિયા : બિહારના અરરિયા જિલ્લામાં લક્ષ્મી નારાયણ મંદિર પરિસરમાં ધાર્મિક પ્રતીકની તોડફોડ થઇ છે. અસામાજિક તત્વોએ ધાર્મિક પ્રતીકને નુકસાન પહોંચાડ્યું હોવાનું જાણવા મળે છે.  માહિતી મળતા જ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.FIR નોંધવામાં આવી છે.  SDPOએ કહ્યું- તોફાની તત્વોને બક્ષવામાં આવશે નહીં.

અરરિયા જિલ્લાના રામપુર કોડરકટ્ટી પંચાયત સ્થિત લક્ષ્મી નારાયણ મંદિર પરિસરમાં મંગળવારે રાત્રે અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક પ્રતીકની તોડફોડ કરવામાં આવી હતી. બુધવારે સવારે જ્યારે ગામના લોકોને જાણ થઈ ત્યારે સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

એસડીઓ શૈલેષ ચંદ્ર દિવાકર, એસડીપીઓ પુષ્કર કુમાર, સિટી એસએચઓ શિવ શરણ સાહ ઘટના સ્થળે પહોંચ્યા અને મામલાની તપાસ કરી. પોલીસે દફાદારની અરજી પર અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો છે.

મુખ્ય પ્રતિનિધિ રાજેશ કુમાર સિંહે કહ્યું કે બુધવારે સવારે જ્યારે લોકો ઘરની બહાર આવ્યા તો મંદિર પરિસર જોઈને દંગ રહી ગયા. તોફાની તત્વો દ્વારા ધાર્મિક પ્રતીકને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જેની માહિતી પોલીસને આપવામાં આવી હતી. અધિકારીઓએ શાંતિ પુનઃસ્થાપિત કરવાના હેતુથી ગ્રામજનો અને પંચાયતના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી અને લોકોને ખાતરી આપી હતી કે આવા કૃત્યોમાં સંડોવાયેલા તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(5:39 pm IST)