Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

૩ લોકસભા અને ૭ વિધાનસભા સીટો માટે મતદાન ચાલુ

યુપીના આઝમગઢ અને રામપુરમાં કાંટે કી ટક્કર

નવી દિલ્હી તા. ૨૩ : દેશમાં ત્રણ લોકસભા અને સાત વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે. જે લોકસભા સીટો પર પેટાચૂંટણી થઈ રહી છે તેમાં યુપીની બે સીટો આઝમગઢ અને રામપુર પણ સામેલ છે. આ સિવાય પંજાબની સંગરૂર લોકસભા સીટ પર પણ પેટાચૂંટણી ચાલી રહી છે. તે જ સમયે, ચાર રાજયોમાં સાત અલગ-અલગ વિધાનસભા સીટો પર પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. પેટાચૂંટણીના પરિણામો ૨૬ જૂને આવશે.

દેશના ચાર રાજયો દિલ્હી, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને ત્રિપુરાની સાત વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. દિલ્હીની રાજીન્દ્ર નગર વિધાનસભા, ઝારખંડની મંદાર, આંધ્રપ્રદેશની આત્મકુર અને ત્રિપુરાની ચાર બેઠકો - અગરતલા, ટાઉન બારદોવાલી, સૂરમા અને જબરાજનગરમાં મતદાન ચાલી રહ્યું છે.

(4:12 pm IST)