Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ઇન્‍ટરનેટની દુનિયાનું સૌથી મોટું કૌભાંડ : લોકોને લાગ્‍યો ૧૮૭ અરબ રૂપિયાથી વધુનો ઝટકો

એક નવા જ ગુનાની દુનિયા પર અપડેટ થઇ રહી છે

નવી દિલ્‍હી,તા. ૨૩: આજે ઈન્‍ટરનેટનો વપરાશ ખૂબજ વધી ગયો છે. સોશિયલ મીડિયા હોય કે પછી બેંકિગ જેવી સુવિધાઓ જેમાં ઈન્‍ટરનેટની ખાસ જરૂરીયાત રહે છે. ઈન્‍ટરનેટના યુગમાં લોકો સતત અપડેટ થઈ રહ્યા છે એની સાથે એક નવા જ ગુનાની દુનિયા પણ અપડેટ થઈ રહી છે. ઈન્‍ટરનેટના યુગમાં દરરોજ સાયબર ક્રાઈમ થઈ રહ્યા છે. લોકોને છેતરવા માટે ગુનેગારો સતત નવી નવી યુક્‍તિઓ અજમાવી રહ્યા છે. જે રીતે વાસ્‍તવિક દુનિયામાં એવી અનેક ઘટનાઓ આપણા હૃદય અને દિમાગ પર છાપ છોડી જાય છે. એવી જ રીતે સાયબર વર્લ્‍ડમાં કેટલાક એવા ગુનાઓ થયા છે, જેણે દુનિયાને હચમચાવી દીધી છે. અહીં ઓનલાઈન છેતરપિંડી અને ઈમેલને લગતા આવા જ કેટલાક ગુનાઓની ચર્ચા કરીશું.

બિઝનેસ ઈમેઈલ સ્‍કેમ અથવા ઈમેઈલ એકાઉન્‍ટ કોમ્‍પ્રોમાઈઝને કારણે વર્ષ ૨૦૨૧માં લોકોને ૨.૪ બિલિયન ડોલર (આશરે રૂ. ૧૮૭ બિલિયન) ગુમાવવા પડ્‍યા છે. આ એક ખૂબજ ખતરનાક પ્રકારનું કૌભાંડ હતું. જેના નિશાના પર બિઝનેસ અને વ્‍યક્‍તિગત એકાઉન્‍ટ બંનેને નિશાન બનાવ્‍યા હતા. તે એકાઉન્‍ટમાં જે ફંડ ટ્રાન્‍સફરમાં વપરાતું હતું તેને સ્‍કેમર્સ ટાર્ગેટ કરતા હતા.

વર્ષ ૨૦૨૧માં અમેરિકામાં આવા કૌભાંડો સૌથી વધુ થયા હતા. એફબીઆઈના રિપોર્ટ અનુસાર છેલ્લા વર્ષમાં સાયબર ક્રાઈમમાં નોંધપાત્ર વધારો થયો છે. એજન્‍સી અનુસાર, વર્ષ ૨૦૨૧માં લોકોએ બિઝનેસ અને પર્સનલ ઈમેલ સ્‍કેમમાં ૨.૪ બિલિયન ડોલરનું નુકસાન થયું છે. જેમાં ૫૯ ટકા યુએસમાં, ૩૮ ટકા યુકેમાં અને ૩ ટકા અન્‍ય જગ્‍યાઓ પર થયા છે.

સ્‍કેમ કરવા માટે હેકર્સ સ્‍પુફિંગ અથવા વ્‍યક્‍તિગત ઈમેલ એકાઉન્‍ટનો ઉપયોગ કરી ચૂક્‍યા છે. હવે છેતરપીંડી કરનારાઓ વર્ચુઅલ મીટિંગ પ્‍લેટફોર્મનો ઉપયોગ હેકિંગ માટે કરી રહ્યા છે. આના દ્વારા તેઓ બિઝનેસ લીડર્સની ઓળખ ચોરી કરી લે છએ. અને ફ્રોડ વાયર્ડ ટ્રાન્‍સફર કરે છે. આ ફ્રોડેન્‍ટ વાયર ટ્રાન્‍સફર્સને તુરંતુ જ ક્રિપ્‍ટો કરન્‍સી વોલેટમાં ટ્રાન્‍સફર કરી લેવામાં આવે છે. જેનાથી રિકવરી થવી મુશ્‍કેલ થઈ જાય છે.

આવો જ બીજો સાયબર ક્રાઈમ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ કૌભાંડ છે. આ પ્રકારના ઘણા કૌભાંડો પણ સામે આવ્‍યા છે, જેમાં યુઝર્સને રોકાણ માટે ખોટી માહિતી આપવામાં આવે છે. આ પ્રકારના કૌભાંડોમાં યુઝર્સને ઓછા રિસ્‍ક પર વધુ રિટર્નની લાલચ આપીને ફસાવવામાં આવે છે. રિટાયર્ડમેન્‍ટ, 401K, પોન્‍ઝી અને પિરામિડ આવા જ પ્રકારના કૌભાંડો છે.

(10:41 am IST)