Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

હવે આવશે કોરોનાની સુપરવેક્સીન :મહામારીનો નહીં નહીં રહે ખતરો :દરેક પ્રકારના વેરિઅન્ટ પર થશે કારગત

વેક્સીનમાં કોઇપણ પ્રકારના આઉટબ્રેકને રોકવાની તાકાત: SARS-CoV અને કોરોનાના અન્ય વેરિઅન્ટથી પીડિત ઉંદરોના પરીક્ષણ સમયે ઉપયોગ

નવી દિલ્હી : કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહેલી દુનિયા હવે અલગ અલગ વેરિઅન્ટથી પરેશાન છે. અલગ અલગ દેશોમાં કોરોનાના ઘણાં વેરિઅન્ટ સામે આવી રહ્યા છે. જેણે ચિંતા વધારી છે. પણ હવે વૈજ્ઞાનિક એવી વેક્સીન બનાવવા પર કામ કરી રહ્યા છે જે દરેક પ્રકારના વેરિઅન્ટ પર કારગર સાબિત થશે. સાથે જ ભવિષ્યમાં આવનારી આવી મહામારીને રોકવામાં મદદ કરશે. વૈજ્ઞાનિકોએ એક એવી વેક્સીન બનાવી છે જે કોરોના ઉપરાંત કોરોના વાયરસના અન્ય વેરિઅન્ટ પર અસર કરે છે. વૈજ્ઞાનિકો દ્વારા હાલમાં તેનું પરીક્ષણ ઉંદરો પર કરવામાં આવી રહ્યું છે.

અમેરિકાના નોર્થ કેરોલિના યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ હમણાથી આના પર રિસર્ચ શરૂ કરી દીધું છે. વૈજ્ઞાનિકો અનુસાર, કોઇને ખબર નથી કે કયો વાયરસ બીજી મહામારી પેદા કરી દે, એવામાં હમણાથી જ દરેક પ્રકારની તૈયારી કરવાની રહેશે.

કોરોનાના કોઇ પણ વેરિઅન્ટથી ભવિષ્યમાં આવનારી મહામારીના ખતરાને દૂર કરવા માટે વૈજ્ઞાનિકો દ્વારા એક વેક્સીન બનાવવામાં આવી છે. જે કોરોના વાયરસના મોજૂદ દરેક વેરિઅન્ટ ઉપરાંત અન્ય દરેક વેરિઅન્ટ પર અસર કરી શકે છે. જે જાનવરો દ્વારા મનુષ્યમાં ફેલાવવાનો માદ્દા રાખે છે.

 

સ્ટડીમાં તેને સેકન્ડ જનરેશન વેક્સીન બતાવવામાં આવી છે. જે sarbecoviruses પર હુમલો કરે છે. Sarbecoviruses કોરોના વાયરસ ફેમિલીનો જ ભાગ છે. આ ફેમિલીના બે વેરિઅન્ટે પાછલા બે દશકાઓમાં વિનાશ સર્જ્યો છે. પહેલા સાર્સ અને પછી કોવિડ-19.

જે વૈજ્ઞાનિકોની ટીમ આ મિશન પર કામ કરી રહી છે. તેમણે mRNA રીત અપનાવી છે. આ રીત ફાઇઝર અને મોડર્નાની વેક્સીન ડેવલપ કરવા માટે અપનાવવામાં આવી છે. જોકે, યૂનિવર્સલ વેક્સીન આ રીતે જ દરેક પ્રકારના કોરોના વાયરસને મોત આપી શકશે.

ઉંદરો પર જ્યારે આ વેક્સીનની ટ્રાયલ કરવામાં આવી ત્યારે વેક્સીને ઘણી એવી એન્ટીબોડી ડેવલપ કરી જે ઘણા સ્પાઇક પ્રોટીનનો સામનો કરી શકે છે. જેમાં સાઉથ આફ્રીકામાં મળી આવેલા B.1.351 જેવા વેરિઅન્ટ પણ સામેલ રહ્યા છે.

સ્ટડીમાં જણાવવામાં આવ્યું કે આ વેક્સીનમાં કોઇપણ પ્રકારના આઉટબ્રેકને રોકવાની તાકાત રહેશે. જેને ઉંદરોના પરીક્ષણ સમયે ઉપયોગમાં લેવામાં આયા, તે SARS-CoV અને કોરોનાના અન્ય વેરિઅન્ટથી પીડિત હતા. હાલમાં આમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને જો બધુ પાળ પડશે તો આવતા વર્ષ સુધીમાં મનુષ્યો પર ટ્રાયલ શરૂ થઇ શકે છે.

રિસર્ચર્સનું કહેવું છે કે અમારો પ્લાન કામ કરી રહ્યો છે. જો તે યોગ્ય દિશામાં ચાલ્યો તો અમે યૂનિવર્સલ વેક્સીન બનાવી શકીએ છીએ અને તે કોરોના ફેમિલીની ત્રીજી મહામારી પહેલા દુનિયામાં આવી શકે છે.

 
(10:24 pm IST)