Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ઈથોપિયાના તિગ્રેમાં ભીડભાડવાળા બજારમાં હવાઈ હુમલા :80થી વધુ લોકોના મોત

તોગોગાના બજાર પર એક વિમાન દ્વારા બૉમ્બ ફેંકાયા

આફ્રિકન દેશ ઇથોપિયાના હિંસાગ્રસ્ત તિગ્રેમાં એક ગામમાં ભીડભાડ વાળા બજાર પર હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા. આ હુમલામાં 80 થી વધુ લોકોના મોત થયાના અહેવાલો આવી રહ્યા છે. સ્વાસ્થ્યકર્મીઓએ ઘટના નજરે જોનારા લોકોના હવાલાથી આ માહિતી આપતા કહ્યું છે કે સૈનિકોની મેડિકલ ટીમને ઘટનાસ્થળે જતા રોકી દેવામાં આવી છે

તિગ્રેની પ્રાદેશિક રાજધાની મેકેલેમાં 2 ડોક્ટર્સ અને એક નર્સે જણાવ્યું છે કે તેઓ મૃતકોની વાસ્તવિક સંખ્યા કેટલી છે તે ચોક્કસ નથી કહી શકતા.

જોકે, એક ડોક્ટરે ઘટનાસ્થળે હાજર સ્વાસ્થ્ય કર્મીઓના હવાલે કહ્યું છે કે 80થી વધુ લોકોના મોત થયા છે. તોગોગામાં થયેલા આ કથિત હવાઈ હુમલા નવેમ્બરમાં શરૂ થયેલા સંઘર્ષથી ચાલી રહેલ ભીષણ લડાઈ વચ્ચે થયો છે. આ દરમ્યાન ઈથોપિયાના પ્રધાનમંત્રીના એક પ્રવક્તાએ આ સંબંધમાં કોઈ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

હુમલામાં ઘાયલ કેટલાંક લોકોનો સારવાર મેકેલેના આયડર હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘાયલ દર્દીઓએ સ્વાસ્થ્ય કર્મીઓને જણાવ્યું કે તોગોગાના બજાર પર એક વિમાન દ્વારા બોમ ફેંકવામાં આવ્યા. સ્વસ્ત્ય કર્મીઓએ જણાવ્યું કે તોગોગા પહોંચવા પ્રયાસ કરતી એમ્બ્યુલન્સના એક કાફલાને તુંકુલ પાસે સૈનિકોએ પરત મોકલી દીધી હતી. બુધવારે સવારે પણ અનેક એમ્બ્યુલન્સને પરત મોકલી દેવામાં આવી હતી. પરંતુ મેડિકલ સ્ટાફનું એક ગ્રુપ અન્ય રસ્તે મંગળવાર સાંજે ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

 

મેડિકલ સ્ટાફ લગભગ 40 લોકોની સવાર કરી રહ્યા છે. તેમને મેકેલેમેં પોતાના સહયોગીઓને જણાવ્યું છે કે ઘાયલોની સંખ્યા વધવાની સંભાવના છે. કારણકે કેટલાંક લોકો હુમલા બાદ ત્યાંથી ભાગી ગયા હતા. તેમને કહ્યું કે ઘયાલોમેં પાંચને ઇમર્જન્સી ઓપરેશનની જરૂર છે, પરંતુ સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ તેમને ત્યાંથી નથી કાઢી શકતા. મેકેલેન ડોક્ટરો માંથી એકે જણાવ્યું કે અમે વિનંતી કરી રહ્યા છીએ પરંતુ હજુ સુધી અમને ત્યાં જવાની અનુમતિ નથી મળી. એટલે અમને નથી ખબર કે કેટલા લોકો માર્યા ગયા છે.

(10:00 pm IST)