Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ભારતની ગુપચુપ તાલિબાનની સાથે વાતચીત : અજિત ડોવાલના દિશા નિર્દેશ:સ્થિતિ પર નજર

ભારતીય અધિકારીઓએ દોહામાં તાલિબાની પ્રતિનિધિઓની સાથે મુલાકાત કરી.

અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાઈ રહેલી સ્થિતિ પર ભારતની નજર છે. મનાઈ રહ્યું છે કે ભારતે તાલિબાનની સાથે વાતચીત કરી છે. કતારના વિશેષદૂત મુજબ ભારતીય અધિકારીઓએ તાલિબાનના નેતાઓ સાથે મુલાકાત માટે દોહાનો પ્રવાસ કર્યો છે.

કતારના આતંકનિરોધી અને મધ્યસ્થતાની ભૂમિકા ભજવનાર વિશેષ દૂત મુતલાક બિન મજીદ અલ કહતાનીએ વેબ કોન્ફરન્સિંગમાં કહ્યું કે ભારતીય અધિકારીઓએ દોહામાં તાલિબાની પ્રતિનિધિઓની સાથે મુલાકાત કરી.

મુતલાક બિન મજીદ અલ કહતાનીએ કહ્યું કે ભારત તરફથી તાલિબાનીની સાથે વાતચીત એટલા માટે નથી કરવામાં આવી રહી કે અફઘાનિસ્તાન પર તાલિબાનનું શાસન આવી જશે. હા એટલું જરુર છે કે ભવિષ્યમાં તાલિબાનની અફઘાનમાં મહત્વની ભૂમિકા રહેશે. એજ કારણ છે કે દરેક પક્ષ વાતચીત માટે તૈયાર જણાઈ રહ્યો છે.

 મુતલાક બિન મજીદ અલ કહતાનીએ કહ્યું કે મારું જ્યાં સુધી માનવું છે કે ભારતીય અધિકારીઓની તાલિબાની પ્રતિનિધિયો સાથેની વાતચીત ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આવનારા સમયમાં તાલિબાન અફઘાનિસ્તાનના નીતિ નિર્ધારણમાં મહત્વની ભૂમિકા ભજવશે. મારી તમામ પક્ષોને અપીલ છે કે સમગ્ર મામલાનો કોઈ હલ નિકળે

 

એવું મનાઈ રહ્યું છે કે ભારતીય અધિકારીઓ સાથેની વાતચીતમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલના દિશા નિર્દેશમાં આગળ વધી રહી છે. જો કે સરકાર તરફથી આ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી. તાલિબાન તરફથી પણ આ વાતચીત અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. ભારત તરફથી અફઘાનિસ્તાનની સરકાર સાથે વાતચીતની પ્રાથમિકતા છે પરંતુ ગ્રાઉન્ડ પર કોઈ ફેરફાર થાય છે તો આને ધ્યાનમાં રાખીને તાલિબાની સાથે પણ વાતચીત થઈ રહી છે.

 વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ વાતચીતને લઈને પુછવામાં આવેલા એક સવાલના સંબંધમાં કહ્યું કે અફઘાનિસ્તાનને લઈને ભારતનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ છે. અફઘાનિસ્તાનના વિકાસમાં ભારત તરફથી વધારે સહયોગ જારી રહેશે. અફઘાનિસ્તાનના લાકોની પાછળ કાર્યોના આધાર પર પોતાનો સહયોગીઓની બરાબર નજર છે કે કોઈ પ્રકારે તેના કાર્યોને અફઘાન લોકોને પ્રભાવિત કર્યા.

(9:47 pm IST)