Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

સેન્સેક્સ ૨૮૩, નિફ્ટીમાં ૮૬ પોઈન્ટનો ઘટાડો થયો

શેરબજાર ગિરાવટ સાથે બંધ થયું : સેન્સેક્સના ૩૦ શેરમાંથી ૮ શેર લીલા નિશાન પર રહ્યા

મુંબઈ, તા. ૨૩ : ભરતીય શેર બજાર બુધવારે ગિરાવટ સાથે બંધ થયા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ બુધવારે ૦.૫૪ ટકા કે ૨૮૨.૬૩ પોઈન્ટની ગિરાવટ સાથે ૫૨,૩૦૬.૦૮ પર બંધ થયો છ. આ ૫૨,૯૧૨.૩૫ પોઈન્ટ પર ખુલ્યો હતો. કારોબાર દરમિયાન આ ઉચ્ચતમ ૫૨,૯૧૨.૩૫ પોઈન્ટ સુધી અને ન્યૂનતમ ૫૨,૨૬૪.૧૨ પોઈનટ સુધી ગયો હતો. બજાર બંધ થતા સમયે સેન્સેક્સના ૩૦ શેરમાંથી ૮ શેર લીલા નિશાન પર અને બાકીના લાલ નિશાન પર જોવા મળ્યા હતા.

 સેન્સેક્સ શેરોમાં સૌથી વધુ તેજી મારુતિમાં ૨.૩૩ ટકા, ટાઈટનમાં ૧.૪૯ ટકા અને બજાજ ફિનસર્વમાં ૧.૦૪ ટકા નોંધાઈ હતી. તો બીજી બાજુ લાર્સન એન્ડ ટૂબ્રોમાં ૧.૨૯ ટકા, કોટક બેંકમાં ૧.૨૦ ટકા અને ટાટા સ્ટિલમાં ૧.૨૩ ટકાની ગિરાવટ જોવા મળી હતી.

બીજી બાજુ ન્શનલ સ્ટોક એક્સચેન્જના સુચકાંક નિફ્ટીની વાત કરીએ તો આ બુધવારે ૦.૫૪ ટકા કે ૮૫.૬૦ પોઈન્ટની ગિરાવટ સાથે ૧૫,૬૮૬.૯૬ પર બંધ થયું હતું. નિફ્ટી બિધવારે ૧૫,૮૬૨.૮૦ પોઈન્ટે ખુલ્યો હતો. કારોબાર દરમિયાન આ ઉચ્ચતમ ૧૫,૮૬૨.૯૫ પોઈન્ટ સુધી અને ન્યૂનતમ ૧૫,૬૭૩.૯૫ પોઈન્ટ સુદી ગયો. બજાર બંધ થતા સમયનિફ્ટીના ૫૦ શેરોમાંથી ૧૬ શેર લીલા નિશાન પર અને ૩૪ લાલ નિશાન પર જોવા મળ્યા હતા.

નિફ્ટીના ૫૦ શેરોમાંથી બુધવારે સૌથી વધુ તેજી મારૂતિમાં ૨.૨૯ ટકા, ટાઈટનમાં ૧.૪૮ ટક, બજાજ ફિનસર્વમાં ૧.૨૯ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્ગામાં ૧.૦૧ ટકા અને ઓએનજીસીમાં ૦-૯૮ ટકા નોંધાઈ હતી. તો વળી અદાણી પોર્ટસમાં ૩.૨૮ ટકા અને વિપ્રોમાં ૨.૮૯ ટકાની ગિરાવટ જોવા મળી હતી.

(7:51 pm IST)