Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

દરેક બાબતપાછી ઠેલવા માટે કોવિદ -19 નું બહુ સારું બહાનું મળી ગયું છે : તામિલનાડુના 9 જિલ્લાઓની સ્થાનિક ચૂંટણીઓ 15 સપ્ટેમ્બર સુધીમાં સંપન્ન કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

તામિલનાડુ : તામિલનાડુના 9 જિલ્લાઓમાં 2011 ની વસતિ ગણતરી મુજબ 3 મહિનામાં ફેર આકારણી કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર 2019 માં આપ્યો હતો .પરંતુ કોવિદ -19 ના કારણે આ કામ કરવામાં 19 મહિના લાગ્યા હતા. અને ત્યાર પછી ચૂંટણી કરવા માટે 6 મહિનાનો સમય માંગવામાં આવતા નામદાર કોર્ટે જણાવ્યું હતું કે દરેક બાબતપાછી ઠેલવા માટે કોવિદ -19 નું બહુ સારું બહાનું મળી ગયું છે .

સુપ્રીમ કોર્ટે રાજ્ય ચૂંટણી પંચને આદેશ આપતા જણાવ્યું છે કે બંધારણ મુજબ ચૂંટણીઓ સમયસર થવી જોઈએ. તેથી 9 જિલ્લાઓની ચૂંટણી મોડામાં મોડી 15 સપ્ટેમ્બર સુધીમાં થઇ જવી જોઈએ. જે દરમિયાન ઉમેદવારી પત્રક , ચૂંટણી ,પરિણામ ,સહીત તમામ કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યો છે.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(7:03 pm IST)