Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્‍ન યોજના હેઠળ વધુ ૫ મહિના નિઃશુલ્‍ક અનાજ મળશે

પીએમ મોદીની અધ્‍યક્ષતામાં કેન્‍દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય : ૮૦ કરોડથી વધુ લોકોને સીધો લાભ

નવી દિલ્‍હી તા. ૨૩ : વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની અધ્‍યક્ષતામાં આજે કેન્‍દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઇ હતી. આ દરમિયાન કેન્‍દ્રીય મંત્રી મંડળે પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ યોજના હેઠળ નિઃશુલ્‍ક અનાજ યોજનામાં વધારાની ફાળવણીનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. તેના હેઠળ આવતા પાંચ મહિના એટલે કે જુલાઇથી માંડીને નવેમ્‍બર ૨૦૨૧ સુધી ૮૧.૩૫ કરોડ લાભાર્થીઓને દર મહિને નિઃશુલ્‍ક પ્રતિવ્‍યકિત ૫ કિલો અનાજ મળશે. તેના માટે કુલ ૧૭,૨૬૬.૪૪ કરોડનો ખર્ચ થશે.

પીએમ મોદીની અધ્‍યક્ષતામાં મળેલી કેબીનેટ બેઠકમાં Central Railside Warehouse Company અને Central Warehousing Corporation ના મર્જરને મજૂરી આવામાં આવી છે. આ માલ પરિવહનને વધુ સારું બનાવશે. આ ઉપરાંત, ખર્ચ ઘટાડવામાં પણ મદદ થશે. તેનાથી સરકારને વાર્ષિક ૫ કરોડ રૂપિયાની બચત થશે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજના હેઠળ દિવાળી સુધી રેશનકાર્ડ ધારકોને મફત અનાજ આપવાના નિર્ણયને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આ ક્‍વોટા ઉપરાંત ૫ કિલો નિઃશુલ્‍ક અનાજ મળશે.

કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજના હેઠળ દિવાળી સુધી પ્રતિ સદસ્‍ય ૫ કિલો અનાજ ફ્રી આપવામાં આવશે. જેમાં ચોખા અને ઘઉં શામેલ હશે. એટલે કે રેશનકાર્ડ ધારકોને દિવાળી સુધી કુલ ૧૦ કિલો અનાજ મળશે.

સભ્‍ય દીઠ ૧૦ કિલો રેશનમાંથી માત્ર ૫ કિલો રેશન માટે જ મુલ્‍ય ચૂકવવું પડશે અને બાકીનું ૫ કિલો રેશન મફત મળશે. આ રીતે, ૪ સભ્‍યોના નામે રેશનકાર્ડ પર દિવાળી સુધી કુલ રાશન ૨૦ કિલોને બદલે ૪૦ કિલો કરવામાં આવ્‍યું છે. અહેવાલો અનુસાર ભારતના ૮૦ કરોડ લોકોને આ યોજનાનો લાભ મળશે.

(4:41 pm IST)