Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

બાબા રામદેવની સુપ્રીમ કોર્ટમાં અરજી પોતાની વિરૂદ્ધ દાખલ તમામ કેસને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

નવી દિલ્હી  તા. ર૩ :.. એલોપેથી વર્સિસ આયુર્વેદની લડાઇમાં યોગગુરૂ બાબા રામદેવ વિરૂદ્ધ દેશના અલગ અલગ રાજ્યમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે. બાબા રામદેવે તેને લઇને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. રામદેવે પોતાની અરજીમાં આઇએમએ પટણા અને રાયપુર દ્વારા દર્જ ફરિયાદ પર રોક લગાવવા અને ફરિયાદને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરી છે.

છત્તીસગઢના રાયપુરમાં યોગ ગુરૂ બાબા રામદેવ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોરોનાની સારવારમાં આપવામાં આવી રહેલી એલોપેથિક દવાને લઇને ખોટી જાણકારી ફેલાવવાના આરોપમાં તેમની પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ની છત્તીસગઢ યૂનિટે ફરિયાદ દાખલ કરાવી છે.

રાયપુરના એસએસપી અજય યાદવે જણાવ્યુ હતું કે બાબા રામદેવ વિરૂદ્ધ સેકશન ૧૮૮,૨૬૯ અને ૫૦૪ હેઠળ કેસ ફાઇલ કરવામાં આવ્યો છે. મહામારીને લઇને બેદરકારી દાખવવા, અશાંતિ ફેલાવવાના ઇરાદાથી અપમાન કરવા જેવા આરોપો હેઠળ તેમની વિરૂદ્ધ કેસ દાખલ થયો છે. આઇએમએ તરફથી દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યુ કે રામદેવે ખોટી જાણકારી ફેલાવી છે.

(4:36 pm IST)