Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

તો દેશમાં ૪૦ રૂપિયે લીટર મળશે પેટ્રોલ

અર્થક્રાંતિ ટ્રસ્ટના અનિલ બોકીલ તથા ગોવિંદાચાર્યએ સરકારને ઇંધણ ઉપરથી સેન્ટ્રલ ટેકસ હટાવી કોરોના માટે બેંક ચાર્જ લેવા સૂચન કર્યું : થોડા સમય માટે બેંકોમાં વ્યાજ દર શૂન્ય કરી બેકીંગ ટ્રાન્ઝેકશન ટેકસ ભલામણ : પેટ્રોલીયમ ઉત્પાદકોને જીએસટીના દાયરામાં લાવવામાં આવે

વારાણસી,તા. વર્તમાન સમયમાં ૧૦૦ રૂપિયા લીટરે વેચાય રહેલ પેટ્રોલ-ડીઝલ ૪૦ રૂપિયામાં મળી શકે છે. આર્થિક મામલાઓના જાણકાર અને પ્રસિધ્ધ ચિંતક કે એને ગોવિંદાચાર્ય અને અર્થક્રાંતિના જનલ અનિલ બોકીલ  મુજબ દેશમાં પેટ્રોલના ભાવ ૪૦ રૂપિયા સુધી લઇ જઇ શકાય છે. રાહત એટલી જ કે તેમની સલાહ અને પ્રસ્વાત ઉપર અમલ કરાય.

તેમણે સેન્ટ્રલ ટેકસ સમાપ્ત કરવાની સલાહ આપી છે. તેમના મુજબ સેન્ટ્રલ ટેકસ સમાપ્ત કરી કોરોના કાળમાં બેંક ટ્રાઝેકશન ચાર્જ (બીટીસી) લાવવામાં આવે તો પણ ટેકસ વસુલાત બાદ ઇંધણ ૪૦ રૂપિયા પ્રતિલીટર મળી શકશે. રાજસ્વમાં પણ વધારો થશે. અથક્રાંતિ ટ્રસ્ટ વતી સરકારે સલાહ અને પ્રસ્તાવ પણ મોકલાયો છે.

એબી ફાઉન્ડેશનના વેબીનારમાં ખાસ વકતા તરીકે સંબોધન દરમિયાન ગોવિંદાચાર્ય અને બોકીલે સરકારને અર્થવ્યવસ્થામાં ઝડપ લાવવા અને મોંઘવારી સૂચકાંક ઉપર પણ ધ્યાન દોયું હતું. આ સિવાય અફઘાનીસ્તાનની ગઝનપુર બેંકના ડાયરેકટર સુનીલ પંતે આર્થિક મામલાઓ માટે ભારત બનાવવાની વાત કહેલ. ઉપરાંત ડો. અખિલેશ ત્રિપાઠી, રંજીત અગ્રવાલ, પ્રજ્ઞાન ભટ્ટાચાર્ય, લેફ જનરલ વિષ્ણુ ચતુર્વેદી, સુરેશ મનચંદા, રવિ પાંડેય તથા સંચાલક પદમપતિ શર્માએ પણ વર્તમાન પરિસ્થિતી અંગે વિચારો રજૂ કરેલ.

માર્ચ મહીનામાં પણ આ પ્રકારની સલાહ અપાયેલ કે જો પેટ્રોલીયમ ઉત્પાદકો પણ જીએસટીના દાયરામાં આવે તો ઇંધણની વધેલ કિંમત લગામ લાગવા ઉપરાંત ભાવ પણ ઘટી શકે છે. મુખ્ય આર્થિક સલાહકાર સુબ્રમણ્યમે સમર્થન કરતા જણાવેલ કે, તેનો નિર્ણય જીએસટી પરિષદે લેવાનો છે. પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તરફથી પણ નાના મંત્રીને તેવો આગ્રહ કરાયેલ.

અર્થશાસ્રી બોકીલે વર્તમાન સમયને ધ્યાનમાં રાખી સીમીત સમય માટે વ્યાજ દર શૂન્ય કરવા સલાહ દેતા બેંકીગ સીસ્ટમમાં ક્રેટીટ ઉપર ટ્રાન્ઝેકશન ટેકસ લગાવવા પણ કહેલ. અર્થક્રાંતિ ટ્રસ્ટ દ્વારા સરકારને ઇંધણ ઉપર સેન્ટ્રલ ટેકસ સમાપ્ત કરી કોવિડ માટે ૧૦૦ રૂપિયા ઉપર ૩૦ પૈસા બેંક ટ્રાઝેકશન ચાર્જ લેવા જણાવાયેલ. આવુ કરવાથી સરકારને એક નાણાકીય વર્ષમાં ૬ લાખ ૬૦ હજાર કરોડ રૂપિયાનું રાજસ્વ પણ મળશે. હાલ રાજ ૨.૫ લાખ કરોડ મળે છે.

(3:17 pm IST)