Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

'વેક્સીન લ્યો નહીતર દેશ છોડીને ભારત જતા રહો" ફિલિપીન્સના રાષ્ટ્રપતિએ આપ્યુ વિવાદિત નિવેદન

રોડ્રિગોએ કહ્યું કે, તમે નક્કી કરો કે વેક્સિન લેશો કે જેલ ભેગા કરી દઉં.

ફિલિપીન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગોએ એક વિવાદીત નિવેદન આપ્યુ છે. રોડ્રિગો પોતાના વિવાદિત નિવેદનોથી વિવાદમાં રહે છે. એક વાર ઓબામાને અપશબ્દો કહ્યાં હતા જેનાથી બંને દેશો વચ્ચે તણાવ પેદા થયો હતો. હવે રોડ્રિગોએ પોતાના નાગરિકોને કહ્યું છે કે કોરોનાની વેક્સિન લો અથવા જેલ જાઓ અને તે સિવાય એક વિકલ્પ આપી દીધો છે. તેણે કહ્યું કે જે વ્યક્તિઓ વેક્સિન નહી લે તેઓ દેશ છોડીને ભારત કે અમેરિકા જતા રહે. ભારત અને અમેરિકામાં જ કોરોનાએ તાંડવ મચાવ્યુ હતુ એટલા માટે કટાક્ષમાં આ વાત કરી છે.

રોડ્રિગોએ વેક્સિન ન લેનાર લોકોને કડક ચેતવણી આપી છે અને કહ્યું છે કે જે લોકો વેક્સિન નહી લે તેમને જેલમાં મોકલી દેવામાં આવશે. સાથે જ કહ્યું કે, તમે નક્કી કરો કે વેક્સિન લેશો કે જેલ ભેગા કરી દઉં.

ફિલિપીન્સમાં વેક્સિનેશન કાર્યક્રમ શરૂ થયો હતો પરંતુ વેક્સિનેશનની પ્રક્રિયા ઘણી ધીમી હતી. સાથે જ દેશ પાસે પર્યાપ્ત ડોઝ પણ ઉપલબ્ધ નહોતા.

 

રોડ્રિગોએ કહ્યું કે, દેશના તે મૂર્ખ લોકો છે જે વેક્સિન લેવાથી ઇન્કાર કરી રહ્યાં છે. તમે લોકો જીદ્દી છો અને તે પહેલા પણ જ્યારે લૉકડાઉન હતુ ત્યારે રોડ્રિગોએ કહ્યું હતુ કે જો કોઇ નિયમ ભંગ કરશે તો તેને ગોળી મારી દેવામાં આવશે. લૉકડાઉનનું ઉલ્લંઘન કરનાર ઘણા લોકોને ગોળી મારી દેવામાં આવી હતી.

(1:36 pm IST)