Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

હરિયાણાના પૂર્વ ચીફ મિનિસ્ટર ઓમપ્રકાશ ચૌટાલા જેલમુક્ત થશે : હોદા દરમિયાન 3 હજાર શિક્ષકોની ગેરકાયદે ભરતી કરવાના આરોપસર 10 વર્ષની જેલસજા થઇ હતી : સજાની મુદત પુરી : હવે હરિયાણામાં નવો રાજકીય વણાંક આવવાની શક્યતા

હરિયાણા : હરિયાણાના પૂર્વ ચીફ મિનિસ્ટર ઓમપ્રકાશ ચૌટાલા જેલમુક્ત થશે . તેમના ઉપર  હોદા દરમિયાન 3 હજાર શિક્ષકોની ગેરકાયદે ભરતી કરવાનો આરોપ હતો. જે પુરવાર થતા તેમને 10 વર્ષની જેલસજા થઇ હતી . જે હવે પુરી થઇ છે.

હાલમાં તેઓ કોરોના સંક્રમિત હોવાથી પેરોલ ઉપર જેલમુક્ત છે. હવે તેમના વકીલ તેમને જેલ મુક્ત કરવાની યાચિકા દાખલ કરશે.તેમના મુક્ત થયા પછી હરિયાણામાં નવો રાજકીય વણાંક આવશે તેવું રાજકીય પંડિતોનું અનુમાન છે.

ઉલ્લેખનીય છે કે ચૌટાલા સાથે તેમના પુત્ર તથા ધારાસભ્ય અજય ચૌટાલા તેમજ અન્ય ત્રણ સરકારી અધિકારીઓને પણ આરોપમાં શામેલ કરાયા હતા.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(1:34 pm IST)