Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

એક બે નહિ પુરા ૬ હેલીકોપ્‍ટરનો સોદો કર્યો

એક ભંગારવાળાએ ખરીદયા ત્રણ હેલિકોપ્‍ટર, ગામમાં પહોંચતા જ ફોટો પડાવવા થઇ પડાપડી

અમૃતસર, તા.૨૩:જો તમને કોઇ એવુ કહે કે હુ હેલિકોપ્‍ટર ખરીદીને આવ્‍યો છુ, ત્‍યારે તમારુ રિએક્‍શન શું હશે? સ્‍વાભાવિક છે તમે તેને પાગલ માણસ કહેશો. પણ આજે અમે તમને જે જાણકારી આપવા જઇ રહ્યા છીએ તેમા એક શખ્‍સે એક બે નહી પણ ૬ હેલિકોપ્‍ટર ખરીદ્યા છે. વળી આ માણસ શું કામ કરે છે તે જાણીને તમે પણ કહેશો વાહ ગુરુ વાહ..

આપને જણાવી દઇએ કે, દુનિયામાં દ્યણીવાર એવુ તમને જોવા, સાંભળવા મળી જાય જેની તમે કલ્‍પના પણ કરી ન હોય. આવુ જ કઇંક તાજેતરમાં પ્રકાશમાં આવ્‍યુ છે. જણાવી દઇએ કે, પંજાબનાં માનસાનાં એક ભંગારવાળાએ ભારતીય સેના પાસેથી ૬ હેલિકોપ્‍ટર ખરીદ્યા છે. જો કે આ તમામ હેલિકોપ્‍ટર ભંગાર હતા. પણ આ વાત જયારે લોકોને ખબર પડી તો આ હેલિકોપ્‍ટરને જોવા લોકોની ભીડ થવા લાાગી હતી. જણાવી દઇએ કે, હેલિકોપ્‍ટરનો ભાર ૧૦ ટન પ્રતિ હેલિકોપ્‍ટર છે, જે બોલીનાં માધ્‍યમથી ખરીદવામાં આવ્‍યા છે.

આપને જણાવી દઇએ કે, માનસાનાં મિત્તૂ ભંગારવાળાનો પુત્ર ડિમ્‍પલ અરોરાએ ઉત્તર પ્રદેશનાં સહારનપુર જિલ્લાનાં સરસાવા એરબેઝ સ્‍ટેશનથી છ સ્‍ક્રેપ કરેલા એરફોર્સ હેલિકોપ્‍ટર ૭૨ લાખ રૂપિયામાં ખરીદ્યા છે. આમાંથી ત્રણ એક સાથે વેચાયા છે. જયારે તે સોમવારે સાંજે બાકીનાં ત્રણ હેલિકોપ્‍ટરને લઈને આવ્‍યો હતો, ત્‍યારે ત્‍યાં લોકોની ભીડ જોવા મળી હતી. લોકો હેલિકોપ્‍ટર જોવાની સાથે સેલ્‍ફી પણ લેવા લાગ્‍યા હતા. આ હેલિકોપ્‍ટરને એક મુંબઈની પાર્ટીએ ખરીદ્યો, જયારે બે હેલિકોપ્‍ટરને લુધિયાનાનાં હોટલ માલિકે ખરીદ્યો. જયારે અન્‍ય હેલિકોપ્‍ટર માનસામાં જ ઉભા છે, જે અત્‍યારે લોકોનાં આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા છે.

ડિમ્‍પલ કહે છે કે તેના પિતા મિત્તૂએ વર્ષ ૧૯૮૮ માં ભંગારનો ધંધો શરૂ કર્યો હતો. હવે ખરીદી એટલી થઈ ગઈ છે કે તેઓએ લગભગ ૬ એકર જમીનમાં ભંગાર રાખેલો છે. હવે તે માત્ર માનસા પંજાબમાં જ નહીં, પરંતુ દેશનાં અન્‍ય ભાગોમાંથી પણ ભંગાર ખરીદવાનું કામ કરે છે. ડિમ્‍પલે જણાવ્‍યું હતું કે, લગભગ ત્રણ મહિના પહેલા, જયારે તેઓ ભંગાર ખરીદવા ઓનલાઇન શોધ કરી રહ્યા હતા, ત્‍યારે તેમણે એરફોર્સની હરાજી દેખાઇ હતી. આમાં છ હેલિકોપ્‍ટરની હરાજી થવાની હતી.

(4:44 pm IST)