Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ એક્શન મોડમાં : વિજય માલ્યા , નીરવ મોદી ,તથા મેહુલ ચોક્સીની 9371 કરોડની સંપત્તિ જપ્ત : બેન્કોનું લેણું વસુલ કરવા માટે સોંપી દેવાઈ : 40 ટકા વસુલાત જપ્ત કરેલા શેરો દ્વારા કરાઈ

ન્યુદિલ્હી : બેંકોનું હજ્જારો કરોડ રૂપિયાનું ફુલેકુ ફેરવી વિદેશ નાસી જનાર વિજય માલ્યા , નીરવ મોદી ,તથા મેહુલ ચોક્સીની 9371 કરોડની સંપત્તિ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે જપ્ત કરી લઇ કામગીરી બતાવી છે. આ સંપત્તિ લેણું વસુલ કરવા માટે બેન્કોને સોંપી દેવાઈ છે. ઉપરાંત 40 ટકા વસુલાત જપ્ત કરેલા શેરો દ્વારા કરી દેવાઈ છે. આમ હવે બેંકોની ખોટના 80 ટકા ઉપરાંત વસુલાત થઇ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે મેહુલ ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્કને 13500 કરોડ રૂપિયાનો ચૂનો લગાડ્યો છે.નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં તથા મેહુલ ચોક્સી ડોમેનિકાની જેલમાં છે.જયારે વિજય માલ્યા ઉપર 9000 કરોડ રૂપિયાના ફ્રોડનો આરોપ છે.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(1:20 pm IST)