Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

પોતાના ઘરમાં દારૂ પીવાના અધિકાર ઉપર સરકાર તરાપ ન લગાવી શકે : ગુજરાત સરકારના દારૂબંધી કાયદા વિરુદ્ધ હાઇકોર્ટમાં પિટિશન

અમદાવાદ  : ગુજરાત સરકારના દારૂબંધી કાયદા વિરુદ્ધ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ છે. જેમાં અરજદારના એડવોકેટે જણાવ્યું હતું કે પોતાના ઘરમાં દારૂ પીવાના અધિકાર ઉપર સરકાર તરાપ ન લગાવી શકે .આ બાબત નાગરિકની ગોપનીયતાના ભંગ સમાન છે. કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં દારૂ પીવે તો તેનાથી સમાજને કોઈ નુકમાટે ચોક્કસ મારી ધરપકડ કરો. તેથી ગુજરાત સરકારનો દારૂના નિર્માણ , વેચાણ ,તથા પીવા ઉપરનો પ્રતિબંધ ગેરકાનૂની તથા નાગરિકની ગોપનીયતાના ભંગ સમાન છે.તેવી દલીલ  કરી હતી.

તેમણે વિશેષ દલીલ કરતા જણાવાયું હતું કે સુપ્રીમ કોર્ટેએ ઘરમાં દારૂ પીવા ઉપર પ્રતિબંધ મુક્યો નથી. તેમણે આ બાબત ખાણી પીણી  સાથે સરખાવી હતી તથા જણાવ્યું હતું કે  જે રીતે કઈ વ્યક્તિએ કયો ખોરાક લેવો તેના ઉપર પ્રતિબંધ નથી . વ્યક્તિ વેજીટેરીઅન કે નોન વેજીટેરીઅન ખોરાક લઇ શકે છે.તે રીતે પોતાના ઘરમાં દારૂ પણ પી શકે છે. તેથી રાજ્ય સરકાર આ બાબતે નિર્ણય લઇ શકે છે.

આ બાબતે અરજદારે 2017 ની સાલના સુપ્રીમ કોર્ટના ચુકાદાને  ટાંક્યો હતો અને જણાવ્યું હતું કે મારી દલીલ ગોપનીયતાના આધાર  ઉપર છે.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:45 pm IST)