Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ફિઝિકલ પરીક્ષા લેવાથી એકપણ મોત થશે તો રાજ્ય સરકાર જવાબદાર ગણાશે : આંધ્ર પ્રદેશ સરકારે 12 મા ધોરણની ફિઝિકલ પરીક્ષા લેવાનું નક્કી કરતા સુપ્રીમ કોર્ટ ખંડપીઠની ચીમકી

ન્યુદિલ્હી : આંધ્ર પ્રદેશમાં 24 જૂનથી 12 મા ધોરણની ફિઝિકલ પરીક્ષા લેવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. જેના અનુસંધાને સુપ્રીમ કોર્ટે ચીમકી આપતા જણાવ્યું છે કે ફિઝિકલ પરીક્ષા લેવાથી એકપણ મોત થશે તો તે માટે રાજ્ય સરકાર જવાબદાર ગણાશે  .

સુપ્રીમ  કોર્ટની ઉપરોક્ત ટકોરને ધ્યાને લઇ રાજ્ય સરકારના એડવોકેટે જણાવ્યું હતું કે હાલની તકે અમે પરીક્ષા મુલતવી રાખીશું તથા 1 જુલાઈ સુધીમાં નિર્ણય લેશું.

જેના અનુસંધાને નામદાર કોર્ટે જણાવ્યું હતું કે ત્યાં સુધી સ્ટુડન્ટ્સને અનિશ્ચિતતામાં શા માટે રાખવા જોઈએ . નામદાર કોર્ટે 2 દિવસમાં નિર્ણય લઇ લેવા આદેશ કર્યો હતો.

આથી હવે 24 જૂનના રોજ રાજ્ય સરકાર પોતાનો નિર્ણય રજૂ કરશે તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે .

 

(11:43 am IST)