Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

જીવનજરૂરી વસ્તુના ભાવ ૪૦ ટકા વધતા ઘર ખર્ચમાં ૫%નો વધારો

Alternative text - include a link to the PDF!

નવી દિલ્હી, તા.૨૩ :  રોજીંદી જરૂરિયાતની વસ્તુઓ અને અનાજ કરિયાણાના ભાવોમાં થયેલા ૪૦ ટકા સુધીના વધારાના કારણે મોંઘવારી વધી રહી છે અને લોકોના ઘરના બજેટ બગડી રહ્યા છે. દરેક ઘરના ખર્ચમાં સરેરાશ પાંચ ટકા સુધીનો વધારો થયો છે.

આ આંકડો આ વર્ષે એપ્રિલ જૂન વચ્ચેના છે. ગયા વર્ષના આ જ સમયગાળા દરમિયાન ઘર ચલાવવા માટે જે ખર્ચ થતો હતો તેના કરતા આ વર્ષે તેમાં પાંચ ટકાનો વધારો થયો છે. એક સ્ટાર્ટ અપ કંપનીના રિપોર્ટમાં આ તારણ કાઢવામાં આવ્યુ છે.

તેમાં કહેવામાં આવ્યુ છે કે, ફાસ્ટ મુવિંગ કન્ઝયુમર ગૂડ્સની કિંમતોમાં વધારાએ છેલ્લા પંદર દિવસનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. લોટ, ખાંડ , દાળ અને રિટેલ સ્ટોર પર મળતી વસ્તુઓના ભાવમાં ઝડપથી વધારો થયો છે. મસાલાના ભાવમાં પણ વધારો દેખા ઈ રહ્યો છે. જોકે પેક કરેલી વસ્તુઓના ભાવમાં વધારે તફાવત નથી દેખાયો.

કંપનીએ પોતાનો આ અહેવાલ ૨૦ લાખ સ્ટોર પર વસ્તુઓના ભાવને ધ્યાનમાં રાખીને તૈયાર છે. જ્યાં રોજીંદી જરૂરરિયાતની વસ્તુઓ વેંચાતી હોય છે. બજારમાં મળતા ચોખાના ભાવમાં ૮ થી ૧૦ ટકાનો વધારો નોંધાયો છે. ઘઉંના ભાવમાં વધારો થયો હોવાથી લોકલ બ્રાંડના લોટના ભાવમાં ૮ થી ૧૫ ટકાનો વધારો દેખાઈ રહ્યો છે. ખાદ્ય તેલોના ભાવમાં ૪૦ થી ૫૦ ટકાના વધારો એક વર્ષમાં થયો છે. જે સૌથી વધારે છે.

ખાંડ, કોફી, સાબુ, બિસ્કિટના ભાવ સ્થિર છે પણ આ  પ્રોડકટસ પરની પ્રમોશનલ સ્કીમોને પાછી ખેંચી લેવાઈ છે. મેગીના ભાવમાં વધારો નથી થયો પણ આ જ ભાવમાં ૭૦ની જગ્યાએ હવે ૬૦ ગ્રામ મેગી મળે છે. તેલના ભાવ વધવાથી નાસ્તાના ભાવમાં ૮ થી ૧૦ ટકાનો વધારો થયો છે. જ્યારે ડિટરજન્ટ પાવડરની કિંમતો પાંચથી સાત ટકા વધી છે. ચાના ભાવમાં ૧૫ થી ર૦ ટકાનો ઉછાળો છે. માત્ર હેન્ડ સેનેટાઈઝરના ભાવ ૨૦થી ૩૦ ટકા ઘટયા છે.

મોઘાવારી પાછળનુ એક કારણ લોકડાઉન પણ મનાઈ રહ્યુ છે. લોકો ઘરમાં જ રહ્યા હોવાથી તેમની જરૂરિયાતો વધી ગઈ હતી અને ગ્રોસરી પાછળ થતો ખર્ચ પણ વધ્યો છે. બીજી તરફ લોકોની આવક ઘટવાથી સસ્તા સામનની માંગ પણ વધી છે. બીજી તરફ પાછળથી દુકાનદારો પાસે જે સપ્લાય આવ્યો છે તે મોંઘો થઈ રહ્યો છે.

(11:35 am IST)