Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

બ્રાઝિલ બાદ હવે આર્જેન્ટિનામાં નેનો યુરિયા પ્લાન્ટ સ્થાપશે ઇફ્કો :બંને દેશોના ખેડૂતોને મળશે લાભ

વર્ચ્યુઅલ મીટિંગમાં મહત્વપૂર્ણ બાબતો માટે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હી : વિશ્વનો સૌથી મોટી ખાતર સહકારી સંસ્થા ઈફ્કો આર્જેન્ટિના અને બ્રાઝિલમાં નેનો યુરિયા ખાતર પ્લાન્ટ સ્થાપશે. આ માટે કોઓપરેટિવ ફેડરેશન ઓફ આર્જેન્ટિના, કોઓપરર અને આઈએનએઈએસ સાથે ભાગીદારી થઈ છે. સહકારી વિકાસથી સંબંધિત અન્ય મહત્વપૂર્ણ બાબતો માટે સમજૂતી પત્ર પર એક હસ્તાક્ષર કર્યા છે.

બંને દેશો આર્જેન્ટિનામાં નેનો યુરિયા ખાતર ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે પરસ્પર શરતો પર કામ કરશે. બંને દેશો એગ્રોકેમિકલ્સ અને કૃષિ ઇનપુટ્સ સહિત પરસ્પર હિતના ક્ષેત્રોમાં વેપાર અને રોકાણમાં સહયોગની સંભાવનાઓનું મૂલ્યાંકન કરશે. અગાઉ ઇફ્કોએ તેના માટે બ્રાઝિલ કોઓપરેટિવ ઓસીબી (OCB) સાથે એક એમઓયુ કર્યા હતા.

તમામ જૂથોના વિવિધ અધિકારીઓની ઉપસ્થિતિમાં કૂપરના પ્રમુખ એરિયલ ગ્વાર્કો, આઈએનએઈએસ હેડ એલેક્ઝાંડર રોઇગ અને ઇફકો માર્કેટિંગ ડિરેક્ટર યોગેન્દ્ર કુમાર દ્વારા વર્ચ્યુઅલ મીટિંગમાં એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. એરિયલ ગ્વાર્કો આંતરરાષ્ટ્રીય સહકારી ગઠબંધનના અધ્યક્ષ પણ છે, જે વિવિધ ક્ષેત્રમાં કાર્યરત 320 સહકારી સમિતિઓ સાથે વિશ્વના 111 દેશોનું ગઠબંધન છે.

ઇફ્કોના એમડી ડો.યુ.એસ. અવસ્થીએ સૌને અભિનંદન આપ્યા અને તેને બંને દેશો માટે ઐતિહાસિક અને મહાન ક્ષણ ગણાવી. તેમણે કહ્યું કે ઇફ્કો તેમજ બ્રાઝિલના સહકારી મંડળ માટે આ એક ખાસ તક છે. કારણ કે આ વિશ્વમાં સહકારી મંડળીઓને વધુ મજબૂત બનાવશે. તેમણે એમ પણ કહ્યું કે આ નવા ઉત્પાદનથી બંને દેશોના ખેડૂતોને લાભ થશે.

(11:25 am IST)