Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

મોતને રોકવામાં પ્રથમ ડોઝ ૮૨% તો બીજો ૯૫% કારગર

કોરોના વાયરસને કારણે થતાં મોતને રોકવામાં વેકસીન ઘણી જ ફાયદેમંદ : એક અભ્યાસમાં ખુલાસો : બંને ડોઝ લેનાર માટે હોસ્પિટલમાં દાખલ થવાની, ઓકસીજન થેરાપીની જરૂરીયાત તથા ICUમાં જવાની શકયતા સાવ નહિવત થઇ જાય છે : પ્રથમ ડોઝથી જ મળવા લાગે છે સુરક્ષા

નવી દિલ્હી તા. ૨૩ : કોરોનાના લીધે મૃત્યુને રોકવામાં વેકસીન ખુબજ અસરદાર છે. આ વાતની જાણકારી ઇન્ડિયન કાઉન્સિલ અને મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલિજીનાએક સંશોધનથી મળી છે. સ્ટડીમાં માલુમ પડ્યું છે કે વેકિસનનોએક ડોઝ મોતને રોકવામાં ૮૨ ટકા કારગર છે. જયારેબન્ને ડોઝ ૯૫ ટકા મોતથી બચાવે છે.

તામિલનાડુપોલીસ વિભાગ તેમનાજવાનોના વેકિસનેશન, બીજી લહેર દરમ્યાનથયેલા મોટઅને હોસ્પિટલમાં ભરતી હોવાના સંબંધે જાણકારી એકત્રિતથઇ રહી છે. રિપોર્ટના જણાવ્યા મુજબ, આઈસીએમઆર-એનઆઈઈના એક નિર્દેશકડોકટર મનોજ મુહેરકરે કહ્યું છે કે આ ડેટાનો ઉપયોગ વેકસીન પ્રાપ્ત અને રસીકરણ વાળા પોલીસકર્મીમાં કોરોનાના લીધે મોતની ઘટનાઓનો અંદાજ લાગવા માટે કરવામાં આવ્યું હતું.

તામિલનાડુ પોલીસ વિભાગમાં ૧ લાખ ૧૪ હજાર ૫૨૪ પોલીસકર્મી કર્યરત છે. ૧ ફેબ્રુઆરી અને ૧૪ મે વચ્ચે ૩૨ હજાર ૭૯૨ કર્મીઓએ પ્રથમ ડોઝ પ્રાપ્ત કર્યો હતો. જયારે બન્ને ડોઝ લેનારા લોકોની સંખ્યા ૬૭ હજાર ૬૭૩ હતી. ૧૭ હજાર ૫૯ પોલીસકર્મીઓએ એક પણ ડોઝ લગાવ્યો નથી. ત્યારબાદ એપ્રિલ ૨૦૨૧ અને ૧૪ મે વચ્ચે ૩૧ કર્મીનું કોરોના લીધે મોટ થઇ ગયું છે.

 જીવ ગુમાવનારાકર્મીઓ માંથી ૪ ડોઝ પ્રાપ્ત કરી ચૂકયા હતા. સાતને એક ડોઝ લગાવામાં આવ્યો હતો વીસનું રસીકરણ લગાવામાં આવ્યું હતું.શોધકર્તાએ કહ્યું કે કોરોના રસીકરણ સાથે જોડાયેલા મૃત્યુદરના જોખમની ગણના માટે રસી પ્રાપ્ત અને રસી લગાવનારા વચ્ચે મોતની ઘટનાઓ વચ્ચે મૃત્યુની ઘટનાઓની તુલના કરવામાં આવી હતી.

(10:56 am IST)