Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

જીએસટી..નંબર રદ કર્યા બાદ વેપાર કરનાર પાસે પેનલ્ટીના નામે ઉઘરાણુ

CGSTના અધિકારીઓ વેપારીઓને રંજાડતા હોવાની વ્યાપક ફરિયાદ

 

નવી દિલ્હી,તા. ૨૩: જીએસટી નંબર રદ થયેલા વેપારીએ નંબર પરત મેળવવા માટે અરજી કરીને વેપાર કરતા હોવાની સાથે જ સીજીએસટીના અધિકારીઓએ રંજાડવાનુ શરુ કયું હોવાની વિગતો જાણવા મળી છે. જીએસટી રીટર્ન નિયમિત નહીં ભરનાર, બોગસ બિલીંગમાં સંડોવણી ખુલી હોય તેવા વેપારીઓના જીએસટી નંબર રદ કરી દેવામાં આવતા હોય છે. જોકે ત્યાર બાદ વેપારી નંબર ફરી શરૂ કરવા માટે અરજી કરી હોય પરંતુ તેને નંબર મળતા સમય વિતી જાય છે. તેવા અરસામાં વેપાર કરે તો તેની સામે ૧૦૦ ટકા પેનલ્ટી લગાડવાનો નિયમ જીએસટીના કાયદામાં છે. જોકે તેની સામે કોર્ટે હાલ પુરતો સ્ટે આપ્યો હોવાથી વેપારી જીએસટી નંબર ૨૬ થયા બાદ વેપાર કરવાની છુટ આપી છે. તેમ છતાં સીજીએસટીના કેટલાક અધિકારીઓ આ નિયમના ઓથા હેઠળ વેપારીઓને પરેશાન કરવાનુ શરુ કર્યું હોવાની વ્યાપક ફરીયાદ ઉઠી છે. તેમાં નંબર રદ થયેલા હોવા છતાં વેપાર કરતા હોય તેવા વેપારીઓની પેઢી ૫ર જઇને ૧૦૦ ટકા પેનલ્ટી ભરવા માટે જણાવે છે.

  • સ્ટે હોવા છતાં કનડગત

કોર્ટે જ આવા વેપારીઓ સામે કાર્યવાહી કરવા માટે હાલ પુરતો સ્ટે આપ્યો હોવા છતા કેટલાય વેપારીઓને અધિકારીઓ રંજાડી રહ્યા છે. ત્યારે આવા અધિકારીઓ સામે કાર્યવાહી થાય તો જ વેપારીઓને હેરાનગતી દુર થશે.

(10:34 am IST)