Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

યુ.પી.ની ગરીબ નવાઝ મસ્જિદના ડિમોલિશન વિરુદ્ધ સુન્ની વકફ બોર્ડની અલ્હાબાદ હાઇકોર્ટમાં પિટિશન : છેલ્લા 100 વર્ષથી અસ્તિત્વ ધરાવતી મસ્જિદ પબ્લિક માટેની જાહેર જગ્યામાં બંધાયેલી હતી : ગેરકાયદે ઇમારત હોવાનું કારણ આપી તોડી પડાયેલી મસ્જિદ અંગે નામદાર કોર્ટે રાજ્ય સરકારનો ખુલાસો માંગ્યો

અલ્હાબાદ : યુ.પી.ના બારાબાંકી  ડિસ્ટ્રિક્ટના રામ સનેહી ઘાટ તાલુકામાં આવેલી 100 વર્ષ જૂની ગરીબ નવાઝ મસ્જિદ રાજ્ય સરકારે તોડી પડતા તેની વિરુદ્ધ સુન્ની વકફ બોર્ડે અલ્લાહાબાદ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી  છે.

પિટિશનમાં જણાવાયા મુજબ આ 100 વર્ષથી અસ્તિત્વ ધરાવતી મસ્જિદ જાહેર જગ્યામાં આવેલી છે. તેથી તેને ગેરકાયદે દબાણ ગણાવી શકાય નહીં. રાજ્ય સરકારે કિન્નાખોરીથી પગલું ભર્યું છે.તેવી રજુઆત કરવામાં આવી હતી.

આથી નામદાર કોર્ટએ આ અંગે રાજ્ય સરકારનો ખુલાસો માંગતી નોટિસ પાઠવી હોવાનું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)