Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

બાબા રામદેવને મોટો ઝટકો : કોરોનાની દવાનો દાવો કરનાર પતંજલિની કૉરોનીલ પર પાબંધી : તપાસ કરાવ્યા વિના જાહેરાત અને પ્રસારણ પર રોક

આયુષ મંત્રાલયે કંપનીને દવાની જાહેરાત અને આવા પ્રકારના દાવાનો પ્રચાર રોકવા સુચના આપી

નવી દિલ્હીઃ યોગ ગુરુ બાબા રામદેવે કોરોનાની દવાની  જાહેરાત કરી હતી. સાથે દાવો કર્યો હતો કે કોરોનીલ l નામની તેમની પતંજલિની દવા 100 ટકા અસરકારક છે. પરંતુ ગણતરીના કલાકોમાં જ કેન્દ્ર સરકારે તેમનો આંચકો આપી દીધી. આયુષ મંત્રાલયે કહ્યું કે દવાના માપદંડની તાપસ કરાયા વિના કોઇ પણ દવાની જાહેરાત અને પ્રસારણ પર રોક રહેશે.

બાબા રામદેવે બપોરે 12 વાગે પ્રેસ કોન્ફ્રન્સ બોલાવી કોરોનીલને લોન્ચ કરી હતી. પરંતુ સાંજે જ કેન્દ્રે રોક લગાવી દીધી. આયુષ મંત્રાલયે પતંજલિ આયુર્વેદિક લિમિટેડ દ્વારા કોરોના વાઇરસના ઇલાજ માટે બનાવેલી દવા અંગે મીડિયામાં આવેલી માહિતી ધ્યાનમાં લીધી. ત્યાર બાદ કંપનીને દવાની જાહેરાત અને આવા પ્રકારના દાવાનો પ્રચાર રોકવા સુચના આપી દીધી.

બાબા રામદેવે દવાના લોન્ચિંગની સાથે દાવો કર્યાો હતો કે તેમની કંપનીમાં બનેલી કોરોનીલ દવા માત્ર 7 જ દિવસોમાં કોરોના નાથવામા 100 ટકા અસરકારક છે. વધુમાં જણાવ્યું હતું કે તેમની દવા ઇમ્યુનિટી બુસ્ટર નથી પણ એક ઇલાજ છે. બાબાએ કહ્યું હતું કે અમને એ કહેતા ગૌરવ થાય છે કે કોરોનાની પ્રથમ આયુર્વેદિક, ક્લીનિરલી કન્ટ્રાલ્ડ, ટ્રાયલ, એવિડન્સ અને રિસર્ચ પર આધારિત દવા પતંજલિ રિસર્ચ સેન્ટર અને NIMSના સંયુક્ત પ્રયાસોથી તૈયાર થઇ ગઇ છે.

બાબા રામદેવે કોરોનીલ ટેબલેટની બે ટ્રાયલ કરવા અને તેની 100 લોકો પર સ્ટડી કરાઇ હોવાનો દાવો પણ કર્યો હતો. તમણે જણાવ્યું હતું કે 100 લોકો પર ક્લિનિકલ સ્ટડી કરાઇ તેમાંથી 95 લોકોએ ભાગ લીધો હતો. જેમાં 3 દિવસમાં 69 ટકા દર્દી સાજા થઇ ગયા અને 7 દિવસમાં 100 ટકા દર્દીને રાહત થઇ ગઇ હતી. તેમણે કહ્યું હતું કે કોરોનીલની ક્લિનિકલ ટ્રાયલ પતંજલિ અનુસંધાન કેન્દ્ર, હરિદ્વારા અને રાષ્ટ્રીય આયુર્વેદિક સંસ્થાન જયપુરમાં સંયુક્તરુપે કરવામાં આવી હતી.

તેમણે જણાવ્યું હતું કે કોરોનાના પ્રકોપ બાદ વિજ્ઞાનીઓની એક ટીમ બનાવાઇ હતી. તેના માટે પહેલાં સિમ્યુલેશ કરવામાં આવ્યું હતું અને પછી વાઇરસ સામે લડી શકે તેવા કમ્પાઉન્ડ્સની ઓળખ કરાઇ હતી.

(8:49 pm IST)