Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

ચીનના લોકપ્રિય એપ ટીકટોકને ટક્કર આપવા સ્‍વદેશી નવી એપ ચિંગારી લોન્‍ચ થયુઃ 72 કલાકમાં પાંચ લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી લીધુ

નવી દિલ્હી:  ભારત-ચીન સીમા પર વધી રહેલા તણાવ વચ્ચે લોકો ચીની ઉત્પાદન અને એપને બોયકોટ કરી રહ્યા છે. આ કડીમાં ચીનના લોકપ્રિય એપ ટિકટોકનો પણ બહિષ્કાર કરી રહ્યા છે. તેવામાં આ એપને ટક્કર આપવા માટે એક નવું એપ ચિંગારી લોન્ચ થયું છે. ગૂગલ પ્લે સ્ટોર પર 72 કલાકની અંદર જ 5 લાખથઈ વધારે લોકોએ ડાઉનલોડ કર્યું છે. આ યુઝર્સ વચ્ચે ખુબ જ ઝડપથી લોકપ્રિય થઇ રહ્યુ છે.

શું ખાસ છે આ એપમાં

ચિંગારી વીડિયો શેરિંગ એપ્લિકેશન છે, જે યુઝરને વીડિયોને અપલોડ અને ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે. આ સાથે જ તેમાં ફ્રેંડ્સની સાથે ચેટ કરવા માટેની સુવિધા પણ આપવામાં આવી છે. યુઝર્સ નવા લોકોની સાથે ઇંટરેક્ટ કરવા ઉપરાંત કંટેટ પણ શેર કરી શકે છે. તેમાં વોટ્સએપ સ્ટેટસ, વીડિયોઝ, ઓડિયો ક્લિપ્સ, જિફ સ્ટીકર્સ અને તસ્વીરની સાથે નવી ક્રિએટિવિટીને ઉપયોગ કરી શકે છે.

આ એપ અંગ્રેજી ઉપરાંત 9 ભારતીય ભાષાઓ જેવી કે હિંદી, બાંગ્લા, ગુજરાતી, મરાઠી, કન્નડ, પંજાબી, મલયાલમ, તમિલ અને તેલુગૂને સપોર્ટ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ એપને બેંગ્લુરૂ બેઝ્ડ ડેવલપર્સ બિ્વાત્મા નાયક અને સિદ્ધાર્થ ગૌતમે ડેવલપ કર્યું છે. લોન્ચની સાથે જ આ એપ યુઝર્સની વચ્ચે ખુબ જ લોકપ્રિય થઇ ચુક્યું છે. ગૂગલ પ્લે સ્ટોર પર ટ્રેડ કરી રહ્યું છે. 72 કલાકમાં જ તેને 5 લાખથી વધારે વખથ ડાઉનલોડ કરવામાં આવી ચુક્યા છે. હાલ આ એપનાં યુઝર રેટિંગ 4.6 છે. તેને ગુગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરવામાં આવી શકે છે.

(5:05 pm IST)