Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

પ્રેમને સરહદના સીમાડા નડતા નથી :65 વર્ષીય અમેરિકન મહિલાએ ભારતીય યુવાનને દલડું દીધું :કર્યા લગ્ન;હનીમૂન ભારતમાં માનવશે

 

નવી દિલ્હી ;કહેવાય છે કે પ્રેમને સરહદના સીમાડા નડતા નથી ઉક્તિને સાર્થક કરતો કિસ્સો બન્યો છે એક  65 વર્ષની એક વિધવાન અમેરિકન મહિલા કેરન લિલિયન એબનરે 8 મહિના પહેલા ફેસબુક ફ્રેન્ડ બનેલા 27 વર્ષીય પ્રવીણના પ્રેમ સાથે પ્રેમ થતા તેણે ઉંમર અને દેશના સીમાડા ઓળંગી તેને ભારત આવી તેની સાથે લગ્ન કરવા પ્રેરી દીધી અનેકેરન પ્રવીણ સાથે લગ્ન કરવા અમેરિકાથી હરિયાણાના કેથલના ગામ સેર પહોંચી ગઈ. પ્રવીણે પણ પોતાનાથી 38 વર્ષ મોટી મહિલાના પ્રેમનો સ્વીકારતા ગુરુવારે સિખ રીત-રિવાજ સાથે ચીકામાં લગ્ન કરી લીધા

   પ્રેમ પ્રકરણની શરૂઆત નવેમ્બર 2017માં થઈ જ્યારે પ્રવીણ અને એબનર ફેસબુક પર ફ્રેન્ડ્સ બન્યા. થોડા દિવસોમાં મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. પ્રેમ પણ એવો જેમાં બેમાંથી એકેયને ઉંમર તરફ ધ્યાન ગયું. બંને વીડિયો કૉલ દ્વારા એકબીજાને મળ્યા. એબનર સમગ્ર પરિવાર અને મિત્રો પાસેથી લગ્ન માટેનો પરવાનગી પત્ર પણ લઈને આવી છે.

અત્યારે બંને એક રૂમ ભાડે લઈને રહે છે. પ્રવીણે જણાવ્યું કે, 21 નવેમ્બરે એબનરના ભાઈનો જન્મદિવસ હતો. એટલે તેણે ખાસ દિવસને લગ્ન માટે પસંદ કર્યો. સંયોગથી તે દિવસેઈન્ટરનેશનલ યોગા ડેપણ હતો. એબનર 15 જૂને ભારત આવી હતી અને 18 જુલાઈએ અમેરિકા પરત જશે, હનીમૂન માટે કપલ ભારતના ઘણા જાણીતા સ્થળોએ જશે.

  પ્રવીણે જણાવ્યું કે, તેણે એબનરને જીવનસાથી બનાવતા પહેલા પોતાની લાઈફની દરેક હકીકત જણાવી. પ્રવીણે કહ્યું કે, એબનર અમેરિકા જશે પણ તે ફરીવાર આવશે. તેણે પણ પાસપોર્ટ માટે એપ્લાઈ કરી દીધું છે અને ટૂરિસ્ટ વીઝા પર અમેરિકા જશે.

જો પ્રવીણને અમેરિકાના રેસિડેન્ટ વીઝા નહીં મળે તો એબનર પણ તેની સાથે ભારતમાં રહેશે. પ્રવીણે જણાવ્યું કે, એબનરના પતિનું એક રોડ અકસ્માતમાં અવસાન થયું હતું. તે ક્યારેય મા બની શકતી નથી. એબનર અમેરિકાના એક મિડલ ક્લાસ પરિવારથી છે.

(12:27 am IST)