Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

કિશોરી પર 10 નરાધમોએ ગુજાર્યો સામુહિક બળાત્કાર;બે આરોપીની ધરપકડ

બે યુવકો બાઈક પર ખેતરમાં લઇ ગયા જ્યાં આઠ હાજર હતા :કિશોરી બેહોશ થતા આરોપી ફરાર : ઉતરપ્રદેશના બુંદેલશહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં હેવાનિયત

લખનૌ :ઉતરપ્રદેશના બુંદેલશહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં એક 15 વર્ષીય કિશોરી 20 જૂને સગાઈના પ્રસંગે સામેલ થવા ગઈ હતી. તે દરમિયાન બે શખ્સોએ તેનુ બાઈક પર અપહરણ કરી એક ખેતરમાં લઈ જઈ અન્ય આઠ નરાધમોએ મળી બાળકીને બંદૂકની અણીને ધમકાવી સામુહિક બળત્કાર ગુજારી વીડિયો ઉતાર્યો હતો. ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાતા બે આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે.

   જહાંગીરાબાદ વિસ્તારમાં 15 વર્ષીય કિશોરી 20 જૂનના રોજ તેના વિસ્તારના એક ગામમાં મામાનો દિકરા ભાઇની સગાઇમાં સામેલ થવા ગઇ હતી. સમારોહમાં કિશોરીના ગામના બે લોકો લગ્નનના ટેન્ટ લગાવવા આવ્યા હતા. આરોપ છે કે બન્ને યુવાનોએ કિશોરીને એક ધાર્મિક સ્થળે ફરવા જવાનું કહ્યુ. કિશોરીએ ઇન્કાર કર્યો તો યુવકે તેને જબરદસ્તીથી બાઈક પર બેસાડીને એક ખેતરમાં લઇ ગયા હતા. જ્યા તેમના અન્ય આઠ સાથીઓ પણ હાજર હતા

   આરોપીઓએ કિશોરીને હત્યાની ધમકી આપ્યા બાદ વારંવાર દુષ્કર્મ આચર્યુ હતુ, સાથે સાથે તેની વિડિયો ક્લિપિંગ પણ બનાવી લીધી હતી. કિશોરી બેહોશ થયા બાદ આરોપી ત્યાથી ફરાર થઇ ગયા હતા. કિશોરી ખેતરમાં બેભાન હાલતમાં જોવા મળી હતી. તેને હોસ્પિટલ લઇ જવામાં આવી. તે લગભગ 14 કલાક બાદ ભાનમાં આવી હતી. પીડિતાના પિતાએ ગ્રામ્ય પ્રમુખના બે દીકરા સહિત દસ આરોપીઓ સામે ફરિયાદ કરી હતી. જેમા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

(9:56 pm IST)