Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ઓપેક- રશિયા તેલ ઉત્પાદન વધારી દેવા માટે અંતે સંમત

૧૦ લાખ બેરલના આંકડા પર સહમતી સધાઇ ચુકી છે : ભારત અને ચીનનુ દબાણ આખરે રંગ લાવ્યુ

નવી દિલ્હી,તા. ૨૩ : મુખ્ય તેલ નિકાસકાર દેશના ગ્રુપ  ઓપેક અને રશિયાએ આખરે પ્રતિદિન ૧૦ લાખ બેરલ અથવા તો વૈશ્વિક પુરવઠાને એક ટકા સુધી વધારી દેવાનો નિર્ણય કર્યો છે. જો કે ઉત્પાદન વધારી દેવા માટે પ્રસ્તાવનો પહેલા ઇરાન દ્વારા વિરોધ કરવામં આવ્યો હતો. જો કે અંતમાં તેને મનાવી લેવામાં સફળતા મળી હતી. ગ્રુપના સુત્રધાર સાઉદી અરેબિયાના તેલ પ્રધાન અલ ફાલેહે બેઠક બાદ કહ્યુ હતુ કે તેમને ખુશી છે કે અમે ૧૦ લાખ બેરલના આંકડા પર સહમત થઇ રહ્યા છીએ. તેમણે કહ્યુ હતુ કે ઉત્પાદન વધારી દેવાના સાઉદી અરેબિયાના પ્રસ્તાવને પૂર્ણ સહમતી મળી ચુકી છે. ઓપેકના ૧૪ સભ્ય દેશો ખાસ કરીને સાઉદી અરેબિયા, વેનેઝ્યુએલા, ઇરાન અને ઇરાકે વર્ષ ૨૦૧૬માં દુનિયાના ક્રુડ ઓઇલના રિઝર્વના ૮૦ ટકાથી વધારે હિસ્સાને નિયંત્રણ કર્યો હતો. બિન સભ્ય દેશ રશિયા સાઉદી અરેબિયા બાદ દુનિયાના બીજા સૌથી મોટા તેલ ઉત્પાદક દેશ તરીકે છે. દુનિયાના સૌથી મોટા તેલ વપરાશકાર દેશ અમેરિકા, ચીન અને ભારતે કિંમતોમાં ઘટાડો કરવાના હેતુથી સપ્લાયમાં વધારો કરવાની રજૂઆત કરી હતી. ક્રુડ ઓઇલ શુક્રવારના દિવસે બ્રેન્ટ એક્સચેંજ પર ૭૩.૯૮ ડોલરની સપાટી પર પહોંચી શકે છે.ભારત અને ચીન દ્વારા ખાસ કરીને જોરદાર દબાણ લવાયુ હતુ. 

(9:13 pm IST)