Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ભારત-ચીનનું પ્રેશર કામ કરી ગયું: ઓપેક-રૂસ ક્રુડનું ઉત્પાદન વધારવા તૈયારઃ પેટ્રોલ-ડિઝલ સસ્તા થશે?

નવી દિલ્હી તા. ૨૩: ટોચના ક્રુડ નિકાસકાર દેશોનો સમૂહ ઓપેક અને રૂસે ક્રુડનું ઉત્પાદન રોજનું ૧૦ લાખ બેરલ એટલે કે વૈશ્વિક આપૂર્તિના ૧ ટકા વધારવાનો નિર્ણય લીધો છે. અમેરિકા, ભારત, ચીન ઇચ્છતા હતાં કે ઓપેક સપ્લાય વધારે, ક્રુડનો ભાવ ૭૩.૯૮ ડોલર રહયો છે. ઓપેક ઉત્પાદન વધારવા તૈયાર થતાં હવે ક્રુડનો ભાવ કદાચ નીચો આવશે. અને સંભવિત પેટ્રોલ-ડિઝલના ભાવ પણ ઘટે તેવી શકયતા છે. (૧.૧૧)

(3:46 pm IST)