Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

દિલ્હીમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પારઃ હજુ ૫-૬ દિવસ વરસાદની રાહ જોવી પડશેઃ હવામાન વિભાગ

જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પંજાબ સહિતના રાજયોમાં પણ આજે વરસાદની આગાહીઃ રાજધાનીમાં ૨૮મીના રોજ વરસાદની શકયતાઃ સ્કાયમેટ

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી તથા એનસીઆરને ગરમીમાંથી મુકતી મળતા હજુ ૫-૬ દિવસ લાગશે. શુક્રવારે દિલ્હીમાં ગરમી ૪૨ ડિગ્રીને પાર કરી ગઈ હતી. જે સામાન્યથી ૪ ડિગ્રી વધુ છે. સ્કાયમેટના જણાવ્યા મુજબ ૨૮મીએ દીલ્હીમાં વરસાદની સંભાવના છે. ઉત્તરપ્રદેશ અને પશ્ચિમી રાજસ્થાનમાં લુના કારણે એનસીઆરમાં પણ તેવી જ સ્થિતિ હતી. શુક્રવારે પાલમમાં ૪૪.૯ ડિગ્રી તાપમાન નોંધાયેલ, જે સામાન્યથી ૬ ડિગ્રી વધુ છે.દિલ્હીમાં દક્ષીણ- પશ્ચિમી પવનના કારણે પ્રદુષણ પણ વધ્યું છે. જેથી શુક્રવારે વાતાવરણની ગુણવત્તા ખરાબ બની હતી. વાયુ પ્રદુષણના ૩૦ સ્ટેશનને આધારીત ગણતરી મુજબ રાજધાનીમાં શુક્રવારે પ્રદુષણ આંક ૨૩૬ થઈ ગયો હતો.

આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણા સહીત ઉત્તર ભારતમાં હળવા વરસાદની શકયતા છે. સ્કાયમેટે શુક્રવારે જણાવ્યા મુજબ ૨૪ કલાકમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, ઉત્તર રાજસ્થાન, પંજાબના કેટલાક ભાગો તથા હરિયાણા અને પૂર્વી ઉત્તર પ્રદેશના પણ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શકયતા છે. સાથો સાથ કોંકણ, ગોવા, તેલંગાણા, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર આંતરીક કર્ણાટક, દક્ષીણ રાજસ્થાન, ઉપ હિમાલયના પશ્ચિમ બંગાળ, સિક્કીમ, તટીય કર્ણાટક, ઉત્તરી આંતરીક કર્ણાટક, પૂર્વીય મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પૂર્વોત્તર ભારત, ઓડીશા અને તટીય આંધ્ર પ્રદેશમાં મધ્યમ વરસાદ પડવાનું પણ સ્કાયમેટે જણાવ્યું છે.(૩૦.૪)

(3:46 pm IST)