Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

કાશ્મીરમાં ISIS માટે લોકોના બ્રેન વોશ કરી રહી છે મહિલાઓ

ISISની વિચારધારાનો પ્રચાર કરી રહી છે : ગુપ્ત એજન્સીને અપાયું એલર્ટ

શ્રીનગર તા. ૨૩ : જમ્મુ - કાશ્મીરમાં અશાંતિ અને રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા વચ્ચે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. ખુફિયા એજન્સીઓને ઘાટીમાં એક એવા મહિલા ગ્રુપ અંગે જાણવા મળ્યું છે. જે આતંકી સંગઠન આઇએસઆઇએસની વિચારધારાનો પ્રચાર કરી રહ્યું છે. ખુફિયા એજન્સીએ ગૃહ મંત્રાલયને આ અંગે એલર્ટ કર્યું આપ્યું છે. ખુફિયા રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દોલત-ઉલ- ઇસ્લામ નામથી કાશ્મીર ઘાટીમાં મહિલાઓનું આ ગ્રુપ સક્રિય છે. ખુલાસો થયો છે કે ગ્રુપની મહિલાઓ ઘાટીના વિવિધ વિસ્તારોમાં આઇએસઆઇએસની વિચારધારાનો પ્રચાર કરે છે. એજન્સીઓને જાણકારી મળી છે કે ઘાટીમાં આ પ્રકારનું પ્રથમ ગ્રુપ છે  જે સક્રિય છે. જોકે, આ ગ્રુપનો ખુલાસો આ વર્ષે અનંતનાગમાં ઇસા ફાઝલી નામના આતંકીના મોત બાદ થયો હતો. આરોપ છે કે ફાઝલીના મોત બાદ આ ગ્રુપની મહિલાઓ તેઓના ઘરે ગઇ હતી. અને ત્યાં તેઓએ ભડકાઉ નિવેદન આપ્યા હતા. ઉલ્લખેનીય છે કે, શ્રીનગરમાં પથ્થરબાજી દરમિયાન પણ પાકિસ્તાનની સાથે આઇએસઆઇએસના ઝંડા ફરકાવી રહ્યા છે. જો કે ભારતીય સરકાર દેશમાં આઇએસઆઇએસની હાજરીનો ઇન્કાર કરે છે. કાશ્મીરમાં બગડતી સ્થિતિ વચ્ચે હવે સત્તાવાર રીતે આઇએસઆઇએસની વિચારધારાનું સમર્થન કરતા ગ્રુપની જાણકારી સામે આવી છે.(૨૧.૨૭)

(3:43 pm IST)