Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

માત્ર લાયકાત ધરાવતા લોકો જ અમેરિકા આવેઃ જેમને દેશ કચરો લાગતો હોય તે ન આવે

આંતરરાષ્ટ્રીય સરહદ સુરક્ષિત રાખવા - ગેરકાયદે પ્રવેશ રોકવા ટ્રમ્પનો હુકાર

વોશિંગ્ટન તા. ૨૩ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની આંતરરાષ્ટ્રીય સરહદને સુરક્ષિત રાખવા અને ગેરકાયદેસર રીતે લોકોના પ્રવેશને અટકાવવાનો નિર્ધાર કર્યો હતો. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, તેઓ ઈચ્છે છે કે, લાયકાત ધરાવતા લોકો જ અમેરિકા આવે.

ટ્રમ્પની ટીકા વચ્ચે માઈગ્રન્ટ પરિવારને તેમના બાળકોથી અલગ કરવાનો વિવાદાસ્પદ નીતિ પાછી ખેંચી લીધી છે. તેમણે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો દ્વારા માર્યા ગયેલા નાગરિકોના પરિવારો સાથે વ્હાઈટ હાઉસમાં મુલાકાત યોજી. તે દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, તમની સરકારનું કર્તવ્ય અને મોટી વફાદારી અમેરિકાના લોકો પ્રત્યે છે. પોતાના નાગરિકોની દેશમાં અને સરહદ પર સુરક્ષા સુનિશ્ચિત કરવામાં છે.

એંજલ ફેમિલીના નામે ઓળખાતા આ પરિવારોને ટ્રમ્પે કહ્યું હતું કે, અમે ઈચ્છીએ છીએકે અમારા દેશમાં યોગ્યતા ધરાવતા લોકો જ આવે. એવા લોકો નહીં કે જેમને દુનિયાના અન્ય દેશો કચરાના ડબ્બામાં નાંખી દે છે અને અહીં મોકલી આપે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, તમે ધારો છો કે તે દેશો અમેરિકામાં પોતાના સારા નાગરિકો રખવા ધારે છે? તેઓ તેમના સારા લોકો નહીં પણ ખરાબ લોકો અહીં મોકલે છે. જયારે તેઓ ગુનો કરે છે ત્યારે આપણે ચોંકી જઈએ છીએ. આપણે ત્યાં સુધી આરામથી નહીં રહી શકીએ જયાં સુધી આપણી સરહદો સુરક્ષિત નહીં હોય. અમે ઈમિગ્રેશન સંકટને તમામ માટે એક ઝાટકે સમાપ્ત કરી દઈશું.

ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકા ઈચ્છે છે કે, દુનિયાના લોકો તેમના દેશમાં આવે પરંતુ કાયદેસર રીતે.(૨૧.૨૮)

(3:42 pm IST)