Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

રામમય બનવા માટે સંતોનો સંગ જરૂરીઃ પૂ. મોરારીબાપુ

તામિલનાડુમા આયોજીત ''માનસ મીનાક્ષી''શ્રીરામકથા કાલે વિરામ લેશેઃ હવે ૩૦મીથી ન્યુયોર્કમાં રામકથા

રાજકોટ, તા.૨૩: ''રામમય બનવા માટે સંતોનો સંગ ખુબજ જરૂરી છે'' તેમ પૂ. મોરારીબાપુએ તામિલનાડુના મદુરાઇમાં આયોજીત'' માનસ મીનાક્ષી'' શ્રી રામકથાના આઠમા દિવસે કહ્યું હતું.

ગઇકાલે શ્રી રામકથાના સાતમાં દિવસે પૂ.મોરરીબાપુએ કહયું કે, મુકિત ચાર પ્રકારની છે.  સાલોકય, સામીય્પ, સાનિદ્ધ, કેવલ્ય.. ઋગ્વેદથી હમેશા સામીપ્પ મુકિતની પ્રાપ્ત થાય છે, યજુર્વેદથી સાનિદ્ધ મુકિતની પ્રાપ્તિ થાય છે. અથર્વવેદથી સાલોકય અને સામવેદથી કૈવલ્ય મુકિતની પ્રાપ્તિ થાય છે. પણ હે વત્સ, હનુમંત, તારા માટે તો લંકાના અશોકવનમાં નીતાંત એકાંતમાં બેઠેલી શ્રી સીતાજી તારી મુકિતદાતા છે. શ્રી સીતાજી પરમશુદ્ધા મુકિત છે. આ મીનાક્ષી પણ પરમશુધ્ધ મુકિત છે.

લક્ષ્મણની ભકિત કામાક્ષી ભકિત છે. સકામ ભકિત અને નિષ્કામ ભકિત, એ પણ કામાક્ષી ભકિત છે. ભરતજી પ્રેમાક્ષી ભકિતના આચાર્ય છે. પ્રેમાક્ષી એટલે પ્રેમનેંના ભકિત, મીનાક્ષી ભકિત જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, એક ભકિતનું નામ છે, મૃગાક્ષી ભૂમિ.એટકે કે મૃગની નાભિમાં જે સુગધ છે છતાં એની ખોજ કરે છે. મારી દ્રષ્ટિએ હરણની નાભિમાં જ કસ્તુરી હોય તેને શોધવા એ દોડતું નથી! પરતું, એ કસ્તુરીની સુગંધ લોકોમાં વહેંચવા માટે બાંટવા માટે એ દોડે છે. એની ખોજ માટે નથી દોડતું.

પૂ.મોરરીબાપુનાં વ્યાસાસને આયોજીત''માનસ મીનાક્ષી''શ્રી રામકથા કાલે રવિવારે વિરામ લેશે.

હવે પૂ.મોરારીબાપુ શ્રી રામકથા ધ ડોમ અરેના, ર૬૯૫ ઇ. હેનરીટ્ટા રોડ ન્યુયોર્ક, અમેરિકા ખાતે તા.૩૦ જુનથી તા.૮ જુલાઇ સુધી શ્રીરામકથામાં આયોજન કરાયુ છે.

આ કથાનું આસ્થા ચેનલઉપર જીવંત પ્રસારણ કરશે. કથા તા.૩૦ને શનિવારે સાંજે ૪ વાગ્યે પ્રારંભ થશે. અને સાંજના ૭ વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશે તા.૧ થી ૮ જુલાઇ સુધી સવારના ૯:૩૦ થી બપોરના ૧:૩૦ સુધી કથાનું રસપાન પૂ. મોરારીબાપુ કરાવશે.(૨૨.૧૬)

(3:41 pm IST)